સુભાષ શાકમાર્કેટ ખુલી, શાકમાર્કેટના દરવાજા ખોલવામાં મદદરૂપ કોર્પોરેટરનું સન્માન

સુભાષ શાકમાર્કેટ ખુલી, શાકમાર્કેટના દરવાજા ખોલવામાં મદદરૂપ કોર્પોરેટરનું સન્માન
Spread the love

જામનગરમાં કોરોનાના કહેર વચ્ચે છ માસથી બંધ શહેરમાં શાક માર્કેટ આજે ફરી ખોલવામાં આવ્યું હતું. ખોલવા પૂર્વે તેની સાફ-સફાઈ અને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. વેપારીઓ દ્વારા સેનેટાઈઝરની વ્યવસ્થા તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની જવાબદારી સાથે માર્કેટ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ તકે માર્કેટ ખોલવામાં મદદરૂપ કોર્પોરેટરોનું એસોસિએશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. દેશમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જેમાંની રાજાશાહી સમયના સૌથી જૂની સુભાષ શાકમાર્કેટનો પણ સમાવેશ થઈ ગયો હતો. ત્યારબાદ સરકાર દ્વારા ધીમે-ધીમે અનલોક જાહેર કરી ઘણી બધી છૂટછાટ શરૂ કરવામાં આવતા ૬ માસના ગાળા બાદ આજથી સુભાષ માર્કેટ ખુલ્લી મુકવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાના મ્યુ. કમિશનર સતીષ પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડી સુભાષ શાક માર્કેટ સરકારની ગાઇડલાઇન મુજબ ખુલ્લી મુકવાની જાહેરાત બાદ બુધવારે સમગ્ર શાક માર્કેટને સેનેટાઇઝ કરવામાં આવ્યા બાદ ગુરુવારે સવારે વિરોધ પક્ષના નેતા અલ્તાફભાઈ ખફી, નગરસેવિકા જેનબબેન ખફી અને આ વિસ્તારના આગેવાનો દ્વારા શાકમાર્કેટ ખુલ્લી મુકવામાં આવી હતી. છ માસના લાંબા ગાળા બાદ ફરી રોજગારી શરૂ થતા સુભાષ શાકમાર્કેટ વેપારી એસોસિએશનના પ્રમુખ ગ્યાનભાઇ દ્વારા વિરોધ પક્ષના નેતા અલ્તાફભાઈ અને નગરસેવિકા જેનમબેનનું ફુલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું. જો કે શાકમાર્કેટ વેપારીઓએ થર્મલ સ્કેનર ગન, સેનેટાઇઝ અને માસ્ક વિગેરે નિયમોનું ચુસ્ત પાલન કરવું ફરજીયાત છે અને આ નિયમનો ભંગ થતો જોવા મળશે તો તંત્ર દ્વારા ફરી માર્કેટને સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

– રોહિત મેરાણી (જામનગર)

20200925_140514.jpg

Right Click Disabled!