જોટાણા તાલુકાના ખેડૂતોને અતિવૃષ્ટિ યોજનાનો લાભ આપવા બહુચરાજી ધારાસભ્યની રજુઆત

જોટાણા તાલુકાના ખેડૂતોને અતિવૃષ્ટિ યોજનાનો લાભ આપવા બહુચરાજી ધારાસભ્યની રજુઆત
Spread the love

જોટાણા તાલુકામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકશાન પહોંચ્યું હોવાથી સત્વરે સહાય આપવાની માંગણી કરતો પત્ર રાજ્યના મુખ્યમંત્રી ને કર્યો છે. ભરતજી ઠાકોરે અગાઉ પણ ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયી જતા ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ ગયો હોવા છતાં સરકાર દ્વારા પાક સહાય ની જાહેરાતમાં જોટાણા તાલુકાને બાકાત રાખતા ખેડૂતોને ખૂબ મોટો અન્યાય થયો હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે.

ભારે વરસાદથી પાક નિષ્ફળ ગયો હોવાથી ખેડૂતોએ નવેસરથી વાવણી કરી હતી તેમાં પણ કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયી જતા કઠોળ,જુવાર,એરંડા,કપાસ સહિતના પાકો નિષ્ફળ જતા ખેડૂતોને પડતા ઉપર પાટું જેવી ખરાબ પરિસ્થિતિ પેદા થયી છે.બેચરાજી તથા કડી તાલુકાના ખેડૂતોને અતિવૃષ્ટિ સહાય નો લાભ આપવામાં આવ્યો તેવી રીતે જોટાણા તાલુકાના ખેડૂતોને પણ ખેતીમાં પુષ્કળ પ્રમાણમાં નુકશાન પહોંચ્યું હોવાથી ધારાસભ્ય ભરતજી ઠાકોરે રાજ્યના મુખ્યમંત્રી ને પત્ર લખી જોટાણા તાલુકાને અતિવૃષ્ટિ સહાય યોજનામાં સામેલ કરવા માંગણી કરતો પત્ર લખ્યો છે.

IMG-20201022-WA0008.jpg

Right Click Disabled!