રવિવારની પોસ્ટ એક ઝાંબાઝ ઓફિસર દીકરીને નામ

રવિવારની પોસ્ટ એક ઝાંબાઝ ઓફિસર દીકરીને નામ
Spread the love

હું વારંવાર સોશ્યિલ મીડિયામા એક શબ્દ વાપરું છું દેશની દિકરીઓ ત્યારે આજે વાત કરવી છે એવા જ એક દેશના દીકરી અને બાહોશ પોલીસ ઓફિસર તેમજ લેડી સિંઘમ માન. એ.પી.ડોડીયા મેડમ (ઈન્ચા.PI, રાજુલા)ની… વિદ્યાર્થી કાળથી સખત પરિશ્રમ કરી શિક્ષક બન્યા બાદ દ્રઢ મનોબળ અને પ્રચંડ ઈચ્છાશક્તિ ના કારણે આજે PI સુધી પહોંચી અમારા વિસ્તારમાં શ્રેષ્ઠ કામગીરી કામગીરી કરી રહ્યા છે ત્યારે તેમની ફરજ-કર્તવ્યનિષ્ઠા ને સો સો સલામ… જૂનાગઢ વિસ્તારમાં પોતાની ફરજ નિભાવતાં હતા ત્યારે શ્રેષ્ઠ કામગીરી અન્વયે તેમનું રાજ્ય સરકાર દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું અને તેમની કામગીરી ને બિરદાવવામાં આવી હતી…
એક પુરુષને સફળ બનવું હોય તો સહેલું હોય છે પણ એક સ્ત્રીને સફળતા મેળવવા ખૂબ સંઘર્ષ કરવો પડતો હોય છે.

દેશની તમામ દીકરીઓ ને વિનંતી કરું છું કે આપ પણ ડોડીયા મેડમ ના જીવનમાંથી પ્રેરણા લેજો અને ખૂબ વિદ્યાભ્યાસ કરી આપણા દેશનું ગૌરવ વધારજો… રાજુલા વિસ્તારમાં ખૂબ ટૂંકા ગાળામાં કાયદા-વ્યવસ્થા માટે કડક અમલવારી કરી અમારા વિસ્તારમાં શાંતિ જાળવવા નમ્ર પ્રયાસ કર્યો ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે પોતે પેટ્રોલિંગ દરમિયાન એક મોતને વ્હાલું કરવા જઈ રહેલા વ્યક્તિને સમજાવટ થી નવજીવન બક્ષી એક માળાને વીંખતા બચાવ્યો ત્યારે એક કડક ઓફિસર ની કરૂણાનો સાક્ષાત્કાર જોવા મળ્યો. આવા તો અનેક ઉદાહરણો તેમની કામગીરીમાં જોવા મળ્યા છે ત્યારે આવા કર્મનિષ્ઠ ઓફિસર ને નતમસ્તક વંદન કરું છું….

હું એટલું સ્પષ્ટ માનતો થયો છું કે જે તે વિસ્તારમાં સારા અને કર્તવ્યનિષ્ઠ તેમજ પ્રામાણિક ઓફિસર હોય તો તે વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિ જરૂરી થી નેસ્ત નાબૂદ થતી હોય છે ત્યારે એક કર્મચારી તરીકે અને માં ભારતી ના એક સંતાન તરીકે નમ્ર અપીલ કરૂં છું કે આપણે જે વિભાગમાં જે પણ પોસ્ટ પર પ્રજાના સેવક તરીકે હોઈએ ત્યારે આપણી ફરજ-કર્તવ્ય ખૂબ પ્રામાણિકપણે અને લોકહિતના કાર્યો માટે કરશું તો આપણો દેશ જરૂર પ્રગતિ કરશે…માં સોનબાઈ મારા આદર્શ પોલીસ ઓફિસર માન. એ.પી.ડોડીયા મેડમ ને જીવનમાં ઉતરોતર પ્રગતિ કરાવે અને દેશની સુરક્ષા કરવામાં ખૂબ શક્તિ અર્પે એજ પ્રાર્થના સાથે….

રીપોર્ટ : વિક્રમ સાખટ (રાજુલા)

IMG-20200923-WA0023.jpg

Right Click Disabled!