સુરતને વિશ્વમાં ચોથા સ્થાન માટે એવોર્ડ એનાયત કરાશે

સુરતને વિશ્વમાં ચોથા સ્થાન માટે એવોર્ડ એનાયત કરાશે
Spread the love

સુરત મહાપાલિકાને સ્માર્ટ સિટી અંગે મેયર ડો.જગદીશ પટેલને આમંત્રણ મળ્યું છે. યુનેસ્કો અને નેટેક્ષ્પ્લો દ્વારા સુરત મહાપાલિકાને એન્વાયરન્મેન્ટલ પર્યાવરણ ક્ષેત્રે પ્રગતિ બદલ નેટેક્સ્પ્લો સ્માર્ટ સિટી એવોર્ડની જાહેરાત થઈ છે. આગામી તારીખ 18 અને 19 નારોજ પેરિસ ખાતે યોજાનારા કાર્યક્રમમાં એવોર્ડ એનાયત થનાર છે.

યુનેસ્કો નેટેક્સપ્લો એવોર્ડ-2020માં સુરતને સ્માર્ટ સિટીઝ એક્સેલેટર અંતર્ગત શ્રેષ્ઠ ‘રિઝિલિયન્સ’ સ્થિતિસ્થાપકતાની કેટેગરીમાં એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. સ્માર્ટ સિટીઝ એક્સેલેટર અંતર્ગત 10 અલગ-અલગ કેટેગરીમાં પ્રગતિ કરનાર શહેરોને એવોર્ડ આપવામાં આવશે, જેમાંથી ભારતમાં એકમાત્ર સુરત છેવર્ષ 1994માં જ્યારે સુરતમાં પુર આવ્યું હતું ત્યારે આખા શહેરમાં ગંદીક ફેલાઇ હતી અને અપૂરતી સાધન-સામગ્રીના લીધે શહેરમાં પ્લેગની બિમારી ફેલાઇ હતી.

આવી કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળી હાલ હાલ સુરત ભારતમાં સૌથી ઝડપથી વિકસી રહેલા શહેરોમાં સામેલ છે. સુરત મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિએ જણાવ્યું હતું કે રિઝિલિયન્સ એવોર્ડ સુરતીઓ માટે ગૌરવની વાત છે. ગમે તેવી સ્થિતિમાંથી નીકળી આગ‌ળ વધવાની પ્રવૃત્તિ સુરતને મહાન બનાવે છે. પ્લેગ, પૂર, ભૂકંપ જેવી ઘણી આપદાઓ બાદ પણ સુરત ઉભું થયું છે. તંત્રએ 7 મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી 20 લક્ષ્ય રાખ્યા છે. જેના માટે 63 એક્શન પ્લાન પણ બનાવાયા છે. જેને 2025 સુધીમાં પહોંચી વળવાની તૈયારી દર્શાવાઈ છે. નેટેક્સપ્લો એક સ્વતંત્ર સંસ્થા છે. આ સંસ્થા વર્ષ 2011થી યુનેસ્કો સાથે પાર્ટનરશિપમાં છે.

1601016101-6216.jpg

Right Click Disabled!