જામજોધપુરના શખસને ગાંજાનો જથ્થો પૂરો પાડનાર સુરતી ઝબ્બે

જામજોધપુરના શખસને ગાંજાનો જથ્થો પૂરો પાડનાર સુરતી ઝબ્બે
Spread the love
  • ૩ દિવસના રિમાન્ડ મેળવી સઘન પુછતાછ, વધુ એકની સંડોવણી ખુલી

જામજોધપુરમાં પોલીસે ગત સપ્તાહે ગાંજાના એક કિલો એકસો ગ્રામ જથ્થા સાથે સ્થાનિક શખ્સને દબોચી લીધો હતો તેની પુછતાછમાં આ જથ્થો સુરતના શખ્સ સપ્લાય કર્યો હોવાનું ખુલ્યુ હતુ. જેને પોલીસે સુરતથી દબોચી લીધો હતો અને ત્રણ દિવસના રિમાન્ડ મેળવી સઘન પુછપરછ હાથ ધરી છે. આ ગાંજા પ્રકરણમાં વધુની સંડોવણી ખુલતા પોલીસે જીણવટભરી પુછપરછ હાથ ધરી છે. પોલીસ સુત્રોમાંથી સાંપડતી વિગત મુજબ જામજોધપુરમાં પોલીસે ગત સપ્તાહે ગાંજાના ૧.૧ કિલો જથ્થા સાથે રમેશ મગનભાઈ ઝીંઝુવાડીયા નામના શખ્સને પકડી પાડ્યો હતો તેની પોલીસ પૂછપરછમાં જયદીપ મુકેશભાઈનું નામ ખુલ્યું હતું.

પોલીસે રમેશના પાંચ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે. જે દરમિયાન જામજોધપુર પોલીસે આ ગાંજો સપ્લાય કરનાર જયદીપ મુકેશભાઈને સુરતથી દબોચી લીધો હતો. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી તા.૨૫મી બપોર સુધીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી જીણવટભરી પુછપરછ સાથે સઘન તપાસ હાથ શરૂ કરી છે.આ ગાંજા પ્રકરણમાં વધુ એક શખ્સની સંડોવણી પણ ખુલવા પામી છે. પોલીસે સપ્લાય શખ્સને પૂછપરછ સાથે ગાંજાના નેટવર્ક સુધી પહોચવા જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

રોહિત મેરાણી (જામનગર)

images-1-7.jpeg

Right Click Disabled!