સુરતનો સોનાણી ટ્યૂશન ક્લાસ બન્યું જુગારધામ

સુરતનો સોનાણી ટ્યૂશન ક્લાસ બન્યું જુગારધામ
Spread the love

સુરત શહેરના કતારગામમાં સોનાણી ટ્યૂશન ક્લાસ ચલાવનારે ક્લાસમાં જ જુગારખાનું શરૂ કર્યું હતું. કતારગામ પોલીસે છાપો મારી ટ્યૂશન-સંચાલક સહિત 7 જુગારીની ધરપકડ કરી 7 ફોન અને રોકડ મળી 64,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સંચાલકે જુગારીઓને બોલાવી આવક ચાલુ કરી હતી. ટ્યૂશન-સંચાલક બહારથી જુગારીઓને બોલાવી જુગાર રમાડતો હતો. પોલીસને બાતમી મળી હતી કે વી.એન. ગોધાણી સ્કૂલની સામે સ્વસ્તિક આર્કેડના પહેલા માળે આવેલા સોનાણી ટ્યૂશન ક્લાસીસમાં જુગાર રમાય છે. ટ્યૂશન-સંચાલક બહારથી જુગારીઓને બોલાવી જુગાર રમાડે છે. એની સામે તે નાળ ઉઘરાવે છે.

તેથી પોલીસે સોનાણી ટ્યૂશન ક્લાસમાં છાપો મારી સંચાલક ધર્મેશ મનજી સોનાણી રહે.શાંતિનગર સોસાયટી,નારાયણનગર પાસે કતારગામ ઉપરાંત જુગાર રમતા કાંતિ રવજીભાઈ છેડાવડિયા રહે.અમૃતકુંજ એપાર્ટમેન્ટ, ઓફેરા હાઇટ્સની બાજુમાં, લસકાણા રોડ લવજી માવજી કાનાણી રહે.કરુણાવંતી સોસાયટી,હરિદર્શનનો ખાડો,ચોકબજાર,ધીરુ કાળુભાઈ મકવાણા રહે. માધવાનંદ સોસાયટી, ધનમોરા ચાર રસ્તા, કતારગામ સંજય નરેશ ચંદાણી રહે.ગ્રીનસિટી,પાલ ગામ,અડાજણ મુકેશ ડાહ્યાભાઈ રાંક રહે.કૃષ્ણનગર સોસાયટી, લલિતા ચોકડી પાસે, કતારગામ અને મનસુખ કરસન સંખાવરા રહે.શ્રીજી સોસાયટી વિભાગ-1,ડભોલી ચાર રસ્તા પાસેને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.

તેમની પાસેથી રોકડા રૂપિયા અને 7 મોબાઇલ ફોન મળીને કુલ 64500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસીપીએ જણાવ્યું હતું કે આ જુગારધામ કાયમી ધોરણે ચાલતું ન હતું. સંચાલક ધર્મેશ સોનાણીએ લોકડાઉન દરમિયાન સ્કૂલો અને ક્લાસીસ બંધ હોવાના કારણે ક્લાસીસ બંધ હતા. જેથી એકાંતનો લાભ લઈ તે જુગાર રમાડતો હતો. પોલીસને ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

download.jpg

Right Click Disabled!