જિલ્લામાં પાક નુકસાનીનો ડ્રોનથી સર્વે કરાવો

જિલ્લામાં ભારે વરસાદથી પાકને થયેલા નુકસાનનો ડ્રોન-સેટેલાઇટ કેમેરાથી સર્વે કરાવવા જિલ્લા પંચાયત પ્રમુખે રાજય સરકારને રજૂઆત કરી છે. જેમાં ખેડૂતોને ૩૩ ટકા કરતા વધુ નુકસાન થયું છે તો ડુંગળીનો પાક ૧૦૦ ટકા ધોવાઇ ગયો છે. વળી, લોકડાઉનમાં ડ્રોન કેમેરાથી નજર રાખી કામગીરી કરવામાં આવી તો ખેતરોનો સર્વે કેમ નહીં તેવો પ્રશ્ન પણ ઉઠાવ્યો છે. જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન માધાણી નિવેદનમાં જણાવ્યું છે કે, જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોને પાક નિષ્ફળ ગયો છે.
– રોહિત મેરાણી (જામનગર)
