સુશાંત સિંહ અને દિશા સૅલિયન કેસમાં ફેક થિયરી ફેલાવનાર વકીલની ધરપકડ

સુશાંત સિંહ અને દિશા સૅલિયન કેસમાં ફેક થિયરી ફેલાવનાર વકીલની ધરપકડ
Spread the love

સોશ્યલ મીડિયામાં ખોટા ષડયંત્રની થિયરી ફેલાવનાર વકીલની મુંબઈ પોલીસના સાયબર સેલે દિલ્હીથી તેની ધરપકડ કરી હતી સુશાંત સિંહ રાજપૂત અને દિશા સૅલિયન મોત કેસમાં સોશ્યલ મીડિયામાં ખોટા ષડયંત્રની થિયરી ફેલાવનાર વકીલની મુંબઈ પોલીસના સાયબર સેલે દિલ્હીથી તેની ધરપકડ કરી હતી.

દિલ્હીનો એડવોકેટ વિભોર આનંદે મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસ બદનક્ષીભરી ભાષાનો ઉપયોગ કરવાનો પણ આરોપ છે. ગુરુવારે રાત્રે વિભોરને મુંબઈ લાવવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસ વિરુદ્ધ તે કેમ્પેઈન કરી રહ્યો હતો.સોશ્યલ મીડિયામાં મુંબઈ પોલીસ વિભાગ તેમ જ કમિશનરની ટીકા થતી હતી કે તેઓ સુશાંત સિંહ રાજપૂત કેસનું બરાબર સંચાલન કરી રહ્યા નથી.

સૂત્રોએ કહ્યું કે, 14 જૂને સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ સોશ્યલ મીડિયામાં 80,000થી એક લાખ જેટલા ‘ફેક અકાઉન્ટ’ બનાવવામાં આવ્યા હતા, ત્યારબાદ અમૂક અકાઉન્ટ બંધ પણ કરી દેવાયા હતા.સાયબર પોલીસના પ્રાથમિક એનાલિસિસ પ્રમાણે ભડકાઉ પોસ્ટ ભારતથી જ અપલોડ થતી હતી, તેમ જ અમૂક પોસ્ટ યુરોપ, સ્કેનડીનીવિયા, સાઉથ-ઈસ્ટ એશિયા અને અન્ય દેશોથી મુંબઈ પોલીસને ટાર્ગેટ કરવા માટે થતી હતી. સુશાંત સિંહ રાજપૂતનું નિધન 14 જૂન જ્યારે તે પહેલા સુશાંતની પૂર્વ મેનેજર દિશા સૅલિયને 8 જૂને આત્મહત્યા કરી હતી.

advocate.jpg

Right Click Disabled!