પતિ સાથે સંબંધનો શક કરી ઘરમાં ઘુસી પરિણીતાને માર્યા

પતિ સાથે સંબંધનો શક કરી ઘરમાં ઘુસી પરિણીતાને માર્યા
Spread the love
  • મહિલા, તેના ભાઇ સહિત ૩ સામે ફરિયાદ

જામનગરમાં પોલીસ હેડ કવાટર્સ પાછળના વિસ્તારમાં ગોલ્ડન સીટી સામે રહેતા એક પરિણીતાએ તેના ઘરમાં ઘૂસી મહિલાને તેના ભાઈ અને એક અજ્ઞાત શાપની મદદગારીથી માર મારી ધમકી ઉચ્ચાર્યા ફરિયાદ નોંધાઈ છે. જેમાં આરોપણના ભાઈ અડપલા કર્યાનું જાહેર થયુ છે. આરોપી મહિલાએ તેના પતિ સાથે સંબંધ હોવાનો શક કરી આ હુમલો કર્યો હોવાનું નોંધાયું છે.

પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ શહેરમાં પોલીસ હેડ કવાટર્સ પાછળ ગોલ્ડન સીટી સામેના વિસ્તારમાં રહેતા અઠ્ઠાવીસ વર્ષીય પરિણીતાએ ગત તા.૧૫ના બપોરે સંગીતાબેન, તેના ભાઈ અને એક અજાણ્યા શખ્સ ઘરમાં ઘૂસી આવી તેને તથા પુત્રીને પકડી લઈ તેણીને મહિલાએ લાફા મારી તેના ભાઈએ પછાડી દે શરીરે લાત મારી બચકા ભરી નિર્લજ્જ હુમલો કરી તેમજ અજ્ઞાત શખ્સ સામે મદદગારી કરવા અંગે સીટી સી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવ મામલે પોલીસે સંગીતાબેન અજયસિંહ, સંગીતાબેનના ભાઈ હર્ષ અને અજ્ઞાત શખ્સો સામે ગેરકાયદે ગૃહ પ્રવેશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભોગગ્રસ્ત સાથે આરોપણ મહિલાના પતિને સંબંધ હોવાનો શક કરી ઘરમાં ઘુસી આવીને આ હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે સીટી સી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

– રોહિત મેરાણી (જામનગર)

images-27.jpeg

Right Click Disabled!