જામનગરમાં અંબિકા ડેરીની ત્રણેય શાખામાંથી મીઠાઈના નમૂના લેવાયા

Spread the love
  • તહેવારોની સિઝન આવતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જાગ્યો, ચેકીંગ ચાલુ જ રહેશે

દિવાળીના તહેવાર પૂર્વે રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જાગ્યું છે અને આજે શહેરની પ્રખ્યાત અંબિકા ડેરીની ત્રણ શાખાઓમાંથી મીઠાઈઓના વિવિધ નમૂના લઈ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી ચેકીંગ શરૂ કર્યું છે. રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ગુરૂવારે જામનગર શહેરના પ્લોટ વિસ્તારમાં પ્રખ્યાત અંબિકા ડેરીમાં ચેકીંગ હાથ ધરી વિવિધ મીઠાઈઓ જેવી કે, સ્ટ્રોબેરી, કાજુ કતરી, પેસ્ટ્રી, બેકરી પ્રોડક્ટ, ચાંદીના વરખવાળી મીઠાઈ, કેસર અંજીર, બંગાળી મીઠાઈના સેમ્પલો લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જેને રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં દિવાળી પૂર્વે મીઠાઈની દુકાન પર ચેકીંગનો સિલસિલો ચાલુ રહેશે તેમ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.

– રોહિત મેરાણી (જામનગર)

Right Click Disabled!