વડાલી કોંગ્રસ સમિતિ દ્વારા તાલુકા વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ

વડાલી કોંગ્રસ સમિતિ દ્વારા તાલુકા વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ
Spread the love

સાબરકાંઠા જિલ્લાના ના વડાલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત તાલુકા વિસ્તૃત કારો બારી બેઠક ૨૨ મી સપ્ટેમ્બર ૨૦૨૦ને મંગળવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે બલરામ એગ્રો- હોટેલ નિલકંઠની બાજુમાં યોજાઈ હતી. જેમાં આગામી સમયમાં યોજાનાર જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચુંટણીના સંદર્ભ ચર્ચા વિચારણા કરવામાં આવી ઉમેદવારોની પસંદગી કરવા તેમજ કોંગ્રેસ પક્ષના ડીજીટલ સભ્ય નોંઘણી ઝુબેશના ભાગરૂપે આ બેઠકમાં ચર્ચા અને એપના માધ્યમ થી વધુમાં વધુ સભ્ય નોંધણી કરવાની માહિતી સંગઠનના કાર્યકરોને આપવામાં આવી હતી.

આ કારોબારી બેઠકમાં ઉપસ્થિત સાબરકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવત,રામભાઈ સોલંકી ઇડર/વડાલી વિધાનસભા પૂર્વ ઉમેદવાર, કોંગ્રેસ જિલ્લા સમિતિ પૂર્વ પ્રમુખ ડાહ્યાભાઈ પટેલ, વડાલી તાલુકા પંચાયત પ્રમુખ વિજય પટેલ, ઇડર વડાલી વિધાનસભા ઈન્ચાર્જ નઈમબેગ મીરઝા, કોંગ્રેસ સમિતિ પ્રમુખ ખેમરાજદાન ગઢવી, તમામ કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનો તાલુકા વિસ્તૃત કારોબારી બેઠકમાં જોડાયા હતા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચુંટણી ને લઈ રણનીતિ નક્કી કરવામાં આવી હતી.

IMG-20200922-WA0153-2.jpg IMG-20200922-WA0161-1.jpg IMG-20200922-WA0163-0.jpg

Right Click Disabled!