ઉકાઈમાંથી પાણી છોડાતા તાપી રોદ્ર સ્વરૂપ

ઉકાઈમાંથી પાણી છોડાતા તાપી રોદ્ર સ્વરૂપ
Spread the love
  • સુરત તાપી નદીની સપાટીમાં વધારો થતા નાવડી ઓવારા પર પાણી ફરી વળ્યા છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં સૌથી વધુ વરસાદ સુરત સિટીમાં 2.75 ઈંચ વરસાદ ખાબક્યો મગદલ્લા, ડુમસ, ઉમરા, નાવડી, અડાજણ, સિંગણપોર, પાંચ પાંડવ ઓવારો સહિતના ઓવારા પર પાણી ફરી વળ્યા

ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ગત રોજથી 1.74 લાખ ક્યુસેક સુધી પાણી છોડવામાં આવી હતું. જેમાં ઘટાડો અને વધારો કરવામાં આવી રહ્યો છે. જોકે, તાપી નદીમાં છોડાતા પાણીના કારણે નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. શહેરમાં આવેલા મોટાભાગના ઓવારાઓ પર પાણી ફરી વળ્યા છે. જેથી તંત્ર દ્વારા લોકોને તાપી નદી કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે.

કામરેજ અને માંગરોળમાં 2 ઈંચથી વધુ વરસાદ સુરત શહેર સહિત જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં સુરત સિટીમાં 2.75 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે કામરેજ અને માંગરોળમાં પણ 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. સુરત શહેર જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે ઉકાઈ ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે.ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ.

ઉકાઈ ડેમની સપાટી 342.89 ફૂટ ઉપરવાસમાં વરસાદથી ઉકાઇ ડેમના 13 ગેટ ખોલી હાલ 1.21 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જોકે રાત્રીછી ઇનફલોમાં તબક્કાવાર ઘટાડો થયો છે. દરમિયાન રાત્રે ઉકાઈ ડેમમાંથી 1.74 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. હાલ 1.21 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. હાલ ઉકાઈ ડેમની સપાટી ઘટીને 342.89 ફૂટ પર પહોંચી ગઈ છે.

જોકે, પાણીની આવક પ્રમાણે જાવકમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.નાવડી ઓવારે નાવડીઓ તરવા લાગી કાઈ ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. મગદલ્લા, ડુમસ, ઉમરા, નાવડી, અડાજણ, સિંગણપોર, પાંચ પાંડવ ઓવારો સહિતના ઓવારા પર પાણી ફરી વળ્યા છે. જ્યારે નાવડી ઓવરા પર લાંગરેલી નાવડીઓ નદીની સપાટી વધવાથી તરવા લાગી છે.

untitled_1600838060.jpg

Right Click Disabled!