સુરતના માંડવીમાં ફરી એકવાર ખૂંખાર દીપડાનો આતંક

સુરતના માંડવીમાં ફરી એકવાર ખૂંખાર દીપડાનો આતંક
Spread the love
  • મધરકુઈ ગામે ૪ વર્ષીય બાળકી પર હુમલો કરતાં બાળકીનું મોત

સુરતના માંડવીમાં ફરી એકવાર ખૂંખાર દીપડાએ ફરી આતંક મચાવતા મધરકુઈ ગામની ચાર વર્ષીય બાળકી પર હુમલો કરતાં બાળકીનું મોત થયું છે. દીપડા એ બાળકીના ગળાના ભાગે હુમલો કર્યો હતો. જેથી દીપડાના હુમલામાં બાળકીનું મોત થયું છે. બાળકી ઘરના વાળામાં રમતી હતી તે વખતે દીપડો બાળકીને ઉઠાવી ગયો હોવાનું ગ્રામજનોન માની રહ્યા છે. બાળકીનો મૃતદેહ નજીકનાં ખેતરમાંથી મળી આવ્યો હતો. આ બનાવની જાણ વનવિભાગને કરાતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે આવી હતી અને વન વિભાગ દ્વારા ખૂંખાર દીપડાને પકડવા ઘટના સ્થળે ટ્રેપ કેમેરા અને પાંજરૂ ગોઠવવામાં આવ્યું છે.દીપડાના હુમલાની ઘટનાને લઈ ગામમાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

IMG_20201016_101204.jpg

Right Click Disabled!