થરાદ : નગરપાલિકા પ્રમુખના હસ્તે શિવશક્તિ સોસાયટીમાં રોડનું ઉદ્ધાટન

થરાદ : નગરપાલિકા પ્રમુખના હસ્તે શિવશક્તિ સોસાયટીમાં રોડનું ઉદ્ધાટન
Spread the love

થરાદ નગરપાલિકાના પ્રમુખની વરણી થયા બાદ નગર પાલિકાના પ્રમુખે કામગીરીનો દબદબો જમાવ્યો છે, જોકે તેમની શરૂઆતથી કામગીરીના શ્રીગણેશ કર્યા ત્યારથી માંડીને આજ સુધી કામગીરીનો જોશ અકબંધ રહ્યો છે, ત્યારે નગરપાલિકાના પ્રમુખ જાનકીબેન ઓઝાએ રોડનું ઉદ્ધાટન કર્યું હતું.

થરાદ નગરપાલિકાના પ્રમુખે વોર્ડ નંબર ૬ ની શિવ શક્તિ સોસાયટીમાં વિધુત બોર્ડની બાજુમાં નગરપાલિકાના પ્રમુખ જાનકીબેન ઓઝા એ રોડનું ઉદ્ધાટન કરી રસ્તાની કામગીરી શરૂ થાય તે સંદર્ભે શ્રીગણેશ કર્યા હતા, વોર્ડ નંબર ૬ માં શિવ શક્તિ સોસાયટીમાં વિધુત બોર્ડની બાજુમાં પ્રમુખના હસ્તે રોડના કરાયેલા ઉદ્ધાટન પ્રસંગે શાસ્ત્રીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ઉદ્ધાટન કરાયું હતું તેમજ ઉપસ્થિત લોકોએ માસ્ક સાથે ઉદ્ધાટન કરી કામગીરીનો દબદબો અકબંધ રાખ્યો હતો.

રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ

IMG-20201029-WA0015.jpg

Right Click Disabled!