થરાદ : રાહ પગાર કેન્દ્ર શાળામાં ક્લસ્ટરના પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત કરાયા

થરાદ : રાહ પગાર કેન્દ્ર શાળામાં ક્લસ્ટરના પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત કરાયા
Spread the love

ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે કલસ્ટરના પ્રતિભાશાળી શિક્ષકોને સમ્માનિત કરવામાં આવે છે, તે પ્રમાણે આ વર્ષે સી.આર.સી રાહના પ્રતિભાશાળી શિક્ષક તરીકે રાહ પગાર કેન્દ્ર શાળામાં ફરજ બજાવતા શ્રીમતી રીનાબેન પ્રજાપતિને શિક્ષણ સચિવ દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર તેમજ સાલ અર્પણ કરીને એસએમસી રાહ, સી.આર.સી રાહ તેમજ રાહ પગાર કેન્દ્ર શાળા પરિવાર દ્વારા રીનાબેન પ્રજાપતિને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે એસએમસીના શિક્ષણવિદ મેવાભાઈ ખટાણા, એસ.એમ.સી સભ્ય નેનાભાઈ પુરોહિત, સી.આર.સી કો-ઓર્ડીનેટર સંજયભાઈ ત્રિવેદી, કેન્દ્ર શાળાના આચાર્ય શ્રીમતિ મંજુલાબેન મોર ઉપસ્થિત રહ્યા હતા, તેમજ પ્રતિભાશાળી શિક્ષક શ્રીમતી રીનાબેન પ્રજાપતિ દ્વારા બાળકોને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ તેમજ અઠવાડિક ટેસ્ટ દ્વારા બાળકોને શૈક્ષણિક સિદ્ધિ અપાવવામાં અગ્રેસર રહ્યા છે.

રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ

IMG-20201029-WA0016.jpg

Right Click Disabled!