આઠ-આઠ બિમારી છતાં શહેરનાં 87 વર્ષના વૃધ્ધાએ કોરોનાને હરાવ્યો

Spread the love
  • મજબૂત મનોબળ માનવીને ગમે તેવા કપરા કાળમાં ઝઝૂમવાની અને ટકી રહી લડત આપવાની શક્તિ આપે છે

મજબૂત મનોબળ માનવીને ગમે તે કપરા કાળમાં ઝઝૂમવાની, ટકી રહી લડત આપવા માટેની શક્તિ પૂરી પાડે છે. જીવનમાં અમુક વ્યક્તિ એવી હોય છે કે જે ગમે તેવો ભયંકર રોગ હોય તો તેને પણ પાછો પાડી દે છે. જામનગરના ૮૭ વર્ષીય વૃદ્ધા ભગવતીબેન આવા જ મલમ મનોબળના દાતા છે. તેને આઠ-આઠ રોગ હોવા છતાં ૨૧ દિવસ સુધી જી.જી.હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં કોરોના સામે રીતસરની લડાઈ આપણે કોરોનાને મહાત આપી છે. ઘણા લોકો આજે માત્ર કોરોનાના નામથી જ ગભરાઇ જઇ ડરી જતા હોય છે.

સામાન્ય શારીરિક તંદુરસ્તી ધરાવતા લોકો પણ કોરોના સામે લડાઈમાં લડી શકતા નથી ત્યારે જામનગરની કોવિડ હોસ્પિટલમાં સતત ૨૧ દિવસ સુધી બ્લડપ્રેશર, ડાયાબિટીસ, થાઇરોઇડ, મણકા ખસી જવા, વેલ, હૃદય પહોળું થવું, નકશા જેવી ગંભીર બીમારી હોવા છતાં પણ ૮૭ વર્ષના ભગવતીબેન ગુણવંતરાય ત્રિવેદી વૃદ્ધ સતત કોરોના સામે લડાઈ હતી અને હિંમત હાર્યા વગર હું એક દિવસ ચોક્કસ ઘરે આવીશ એ જ વાક્ય બોલ્યા કર્યું હતું. જીવનમાં અનેક કપરી પરિસ્થિતિમાં ક્યારેય હાર ના માનેલા ભગવતીબેન કોરોનાને મહાત આપી હોસ્પિટલમાંથી રજા મેળવી હતી. થોડા દિવસ સુધી વેન્ટિલેટર પર રહીને ગંભીર તકલીફ સાથે પણ કોરોનાને હરાવ્યો છે. આ માટે ભગવતીબેન જી.જી.ના તબીબ એસ.એસ.ચેટરજી, ભુપેન્દ્ર ગોસ્વામી, અજય ખન્ના, હિમાની ઉપાધ્યાય, જી.જી હોસ્પિટલના પૂર્વ અધિક્ષક અને હાલના મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિનીબેન દેસાઈની મહેનતને શ્રેય આપ્યો છે.

રોહિત મેરાણી (જામનગર)

Right Click Disabled!