ઉર્જા વિભાગની સાતે કંપની ઓફિસના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી આંદોલનની શરૂઆત

ઉર્જા વિભાગની સાતે કંપની ઓફિસના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી આંદોલનની શરૂઆત
Spread the love

સમગ્ર ગુજરાતમાં ઉર્જા વિભાગની સાતે કંપની ઓફિસના તમામ 55 હજાર કર્મચારીઓ સાતમા પગારપંચના મંજુર થયેલા આનુસંગિક લાભો મેળવવા આખા ગુજરાતમાં તમામ વીજ કચેરીઓ બહાર બપોરે 2 થી 2.30 કલાક ના રિશેષ ના સમયમાં ઉર્જા વિભાગ પાસે પોતાની માંગણીઓ સંતોષવા સૂત્રોચ્ચાર કરી આંદોલનની શરૂઆત કરી હતી. ઉર્જા વિભાગના બધા માન્ય યુનિયન એક મંચ ઉપર આવી એક સુરમાં લડત ઉપાડી આહવાન આપતા આજથી ઉર્જા વિભાગમાં સૂત્રોચ્ચાર થી આંદોલનની શરૂઆત થઇ હતી.

તમામ યુનિયન દ્વારા બનાવેલ સંયુક્ત સંકલ સમિતિ દ્વારા આહવાન કરતા 21 તારીખે ઉર્જા વિભાગના 55 હજાર કર્મચારીઓ આંદોલનના ભાગ રૂપે માસ સી.એલ ઉપર જશે. આજ દિન સુધી 44 હજાર કર્મચારીઓની સિસ્ટમ માં ઓન રિપોર્ટ રજા મૂકી દેવામાં આવી. જો ઉર્જા વિભાગના 55 હજાર કર્મચારી એક દિવસ માસ સી એલ ઉપર જાય તો ગુજરાતમાં બ્લેક આઉટ થતા કોઈ અટકાવી શકે નહીં તેવી ગંભીર પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેમ નકારી શકાય નહીં. કામદાર એકતા જિંદાબાદ, હમારી માંગે પૂરી કરો, હર જોર જુલ્મ કી ટક્કર મે સંઘર્ષ હમારા નારા હે, સંગઠન શકતી જિંદાબાદ વગેરેના નારા લગાવી અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રિપોર્ટ : ઋષિ જોશી (જૂનાગઢ)

IMG-20210116-WA0010-1.jpg IMG-20210116-WA0011-0.jpg

Right Click Disabled!