અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ દરમિયાન વ્યસનમુક્તિ અભિયાન હાથ ધરાશે

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ દરમિયાન વ્યસનમુક્તિ અભિયાન હાથ ધરાશે
Spread the love
  • યુવાનો અને સમાજને વ્યસનમુક્ત બનાવવા અંબાજી ટ્રસ્ટનો પ્રેરણાદાયી અભિગમ

જગતજનની આધ્યશક્તિ મા અંબેના પવિત્ર અને ભવ્ય નવરાત્રિ પર્વનો તા.૧૭ ઓકટોબર, આસો સુદ એકમ, શનિવારથી શુભારંભ થશે. નવરાત્રિ દરમિયાન સમગ્ર દેશમાં અને વિદેશોમાં પણ કરોડો માઈભક્તો ભક્તિભાવપૂર્વક માતાજીની આરાધના, ઉપસના, દર્શન અને પૂજા-અર્ચના કરશે. નવરાત્રિ દરમિયાન અંબાજી દર્શનાર્થે આવતા યાત્રિકો અને સ્થાનીક લોકોને વ્યસનમુક્ત કરવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન અનુસાર વ્યસનમુક્તિ અભિયાન હાથ ધરાશે.

યાત્રિકો અને સ્થાનીક લોકો માતાજીની સાક્ષીએ વ્યસનમુક્તિના સંકલ્પ લઈ સંકલ્પપત્રો માતાજીના ચરણોમાં અર્પણ કરશે. વ્યસનમુક્તિ અભિયાનના સુદ્રઢ આયોજન માટે અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને મિટીંગ યોજાઈ હતી. યુવાશક્તિ અને સમાજ વ્યસનમુક્ત બને તેમાટે અભિયાનને સફળ બનાવવા સરસ આયોજન કરવામાં આવ્યું છે. મિટીંગમાં વહીવટદારશ્રી એસ. જે. ચાવડા, ટ્રસ્ટના અધિકારીઓ અને ગાયત્રી શક્તિ તીર્થ અંબાજીના સભ્યો હાજર રહ્યા હતા. સમાજ ઉત્થાનના આ ઉમદા કાર્યમાં ગાયત્રી શક્તિ તીર્થ અંબાજી પણ સહયોગી સંસ્થા તરીકે જોડાશે.

IMG_20201016_122727.jpg

Right Click Disabled!