અંબાજી મંદિર ટ્રસ્ટે પ્રસાદના પેકેટ બનાવવાની કામગીરી શરૂ કરી

અંબાજી મંદિર ટ્રસ્ટે પ્રસાદના પેકેટ બનાવવાની કામગીરી શરૂ કરી
Spread the love

અંબાજી ચાલુ વર્ષે નવરાત્રી ઉપર કોરોના નું મહા ગ્રહણ લાગ્યું છે જેને લઈ રાજ્યભરમાં યોજાતા વિવિધ ગરબા ના ક્રાયક્રમો બંધ રાખવાની ફરજ પડી છે જેને લઈ સરકારે નવરાત્રી દરમિયાન મંદિરો માં વહેંચાતા પ્રસાદ ઉપર પણ પ્રતિબંધ મૂક્યું હતો પણ શ્રદ્ધાળુઓ ની લાગણી ને માં આપી સરકાર દ્વારા ખુલ્લા રહેતા મંદિરો માં પ્રસાદ વહેંચવા મંજૂરી આપી છે પણ પ્રસાદ છૂટો નહીં પણ બોક્સ પેકેટમાં આપવાનું રહેશે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી દરમિયાન પ્રસાદ વેચવાની મંજૂરી આપતા યાત્રાધામ અંબાજીના મંદિર માં પ્રસાદ વિતરણ વ્યવસ્થા ગોઠવવાની સાથે પ્રસાદ બનાવાની કામગીરી ની શરૂઆત કરી દીધી છે.

અંબાજીમાં નવરાત્રી દરમિયાન ગરબા બંધ રહેશે પણ મંદિર ખુલ્લુ રહેતા દર્શન ચાલુ રહેશેને અંબાજી આવતા શ્રદ્ધાળુઓ માતાજી ના મોહનથાળ નો પ્રસાદ અચૂક લઇ જતા હોય છે જેને લઈ અંબાજી મંદિરમાં પ્રસાદ વિતરણ માટે વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે યાત્રિકો લાઈન માં સોશ્યિલ ડિસ્ટ્રેન્સ સાથે પ્રસાદ કેન્દ્ર ઉપર ઉભા રહે તે માટે ગોળ કુંડાળા સહીત પગના નિશાન મુકવામાં આવ્યા છે જ્યાં થી યાત્રિકો પ્રસાદ મેળવી શકશે જોકે પ્રથમ પ્રસાદ વહેંચવા ઉપર સરકારનો પ્રતિબંધ અને ત્યાર બાદ પુનઃ વિચારણામાં પ્રસાદ વહેંચવાની મંજૂરી આપતા શ્રદ્ધાળુઓમાં ખુશીની લહેર છવાઈ છે ને પ્રસાદ મેળવવાથી માતાજીના દર્શનનો સાક્ષાત્કાર થાય છેને દર્શન પણ પરિપૂર્ણ થાય છે તેવી લાગણી શ્રદ્ધાળુઓ માં જોવા મળી હતીને સાથે સરકાર નો પણ આભાર માન્યો છે.

અંબાજી મંદિર માં ગત નવરાત્રિ એ 17 લાખ જેટલા નાના મોટા પ્રસાદના પેકેટ વહેંચવામાં આવ્યા હતા ત્યારે ચાલુ વર્ષે કોવિડ -19 ની પરિસ્થિતિ જોતા શ્રદ્ધાળુઓનો ઘસારો ઓછો રહી શકે છે તેમ માની મંદિર ટ્રસ્ટ એ હાલ તબક્કે 4 લાખ જેટલા મોટા પેકેટ બનાવા આદેશ કર્યો છે. સંજોગો વસાત યાત્રિકો વધી જાય તો તેના માટે એક લાખ વધુ પેકેટ બનાવામાં આવશે સરકારની નવી ગાઇડલાઇન પ્રમાણે પ્રસાદ બોક્સ પેકીંગ માંજ આપવામાં આવશેહાલ તબક્કે નવરાત્રીના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શ્રદ્ધાળુઓને પ્રસાદની માંગને પહોંચી વાળવા હાલ 70 જેટલા કામદારો કામે લાગ્યા છે ને સંપૂર્ણ સ્વછતાને પવિત્રતા સાથે સરકારની ગાઈડ લઈને પ્રમાણે પ્રસાદ યાત્રીકો સુધી પહોંચે તેવા પ્રયાસો શરૂ કારાયા છે.

મહેન્દ્ર અગ્રવાલ (અંબાજી)

ambajitemplefairgujarat-2-1602746826.jpg

Right Click Disabled!