માંગરોળની જિલ્લા પંચાયતની 5 અને તાલુકા પંચાયતની 24 બેઠકો માટે સરેરાશ 68.81 ટકા મતદાન

તારીખ 28 મી ફેબ્રુઆરીનાં રોજ માંગરોળ તાલુકાની 5 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 24 બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું હતું.જેમાં પીપોદરા જિલ્લા પંચાયતની બેઠકનું સૌથી ઓછું 51.83 ટકા તથા તાલુકા પંચાયતની કોસંબા-2 બેઠકનું 41.24 ટકા જેટલું ઓછું મતદાન થયું છે. જ્યારે જિલ્લા પંચાયતની ઝંખવાવ બેઠકનું સૌથી વધુ 75.58 ટકા અને માદર બોરીયા તાલુકા પંચાયતનું સૌથી વધુ 78.86 ટકા મતદાન થયું છે. જ્યારે માંગરોળ તાલુકાની 5 જિલ્લા પંચાયત અને 24 તાલુકા પંચાયતનું સરેરાશ મતદાન 68.81 ટકા મતદાન થયું છે. આ મતદાન કોને ફળશે એ આજે તારીખ 2 માર્ચના થનારી મતગણતરી થયા પછી જાણી શકાશે.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)
