રાષ્ટ્રીય લોક અધિકાર મંચ દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેકટરને સમ્માનિત કરવામાં આવ્યા

રાષ્ટ્રીય લોક અધિકાર મંચ દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેકટરને સમ્માનિત કરવામાં આવ્યા
Spread the love

પાલનપુર માં નવા નિમાયેલા બનાસકાંઠા જિલ્લાના નવનિયુક્ત કલેકટરશ્રી આનંદ પટેલનું રાષ્ટ્રીય લોક અધિકાર મંચ ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજકુમાર ચૌહાણ દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા હતા. અગાઉ પાટણમાં લોક ડાઉન સમયે ગરીબ લોકોને મદદ કરવામાં બનાસકાંઠા જિલ્લાના નવનિયુક્ત કલેકટરશ્રી આનંદ પટેલશ્રીએ બહુ જ સક્રિય રીતે જન સેવા મા દરેક સામાજિક કાર્યકરને મદદ રૂપ બની સક્રિય ભૂમિકા અદા કરી હતી, તે બદલ રાષ્ટ્રીય લોક અધિકાર મંચ તેમના બહુ આભારી છે તેવું રાષ્ટ્રીય લોક અધિકાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજકુમાર ચૌહાણે જણાવ્યું હતું.

વધુમાં સામાજિક ક્ષેત્રે પ્રેરણાદાયી યોગદાન પૂરું પાડવા બદલ રાષ્ટ્રીય લોક અધિકાર મંચ દ્વારા સમ્માન પત્ર અર્પણ કરવામાં આવેલ હતું અને જિલ્લાની પ્રજા માટે કલેક્ટરશ્રી પ્રજાવત્સલ બને તેવા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રીય લોક અધિકાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ નિરજકુમાર ચૌહાણ, સામાજિક કાર્યકર્તા રણજીતભાઈ ભાટિયા અને રાઇટ ટુ ઇન્ફર્મેશન ના કાર્યકર્તા રાજેશભાઈ એલિયા હાજર રહ્યા હતા. વધુંમાં નિરજકુમાર ચૌહાણે જણાવ્યું હતું કે, સંસ્થા લોકોના અધિકાર માટે કાર્ય કરે છે તેમજ લોકોને કાયદાકિય જાણકારી તદન મફતમાં આપે છે. ભવિષ્યમાં વિવિધ જિલ્લા મા કાયદાકિય સેમિનાર કરવાનું આયોજન કરવામાં આવશે.

રિપોર્ટ :- તુલસી.બોધુ, બનાસકાંઠા
(લોકાર્પણ દૈનિક)

IMG-20200924-WA0005.jpg

Right Click Disabled!