બેંકની નવી સ્કીમ લોન રિ-પેમેન્ટનો બે વર્ષ સુધી વધારી શકાશે

બેંકની નવી સ્કીમ લોન રિ-પેમેન્ટનો બે વર્ષ સુધી વધારી શકાશે
Spread the love

નવી દિલ્હી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિત કેટલીક અન્ય બેંકોએ પણ લોન રિસ્ટ્રક્ચરિંગની શરતો બહાર પાડીલોન ભરપાઈ કરવામાં આવતી મુશ્કેલીઓનું કારણ જણાવવું પડશે, બાકી હપ્તા જમા કરાવવા માટે બે વર્ષ એક્સ્ટ્રા મળશે કોવિડ-19થી અસરગ્રસ્ત થયેલા નોકરી કરતા લોકો અથવા ઉદ્યોગપતિઓની લોન સંબંધિત ચિંતા ઓછી કરવા માટે ભારતીય રિઝર્વ બેંકે લોન મોરેટોરિયમની જાહેરાત કરી હતી.

છ મહિના પૂરા થયા બાદ આ લોન મોરેટોરિયમનો 31 ઓગસ્ટ 2020 નારોજ અંત આવ્યો હતો પરંતુ હજી પણ પરિસ્થિતિ સુધરી નથી આવી સ્થિતિમાં બેંકોની વિનંતી સ્વીકારીને રિઝર્વ બેંકે તેમને લોન રિસ્ટ્રક્ચરિંગની મંજૂરી આપી છે. તેનાથી દરેક બેંકને લોન રિપેમેન્ટ સમય ગાળો બે વર્ષ સુધી વધારવાની મંજૂરી મળી છે. હવે બેંકોએ તેના પર કામ શરૂ કરી દીધું છે.સૌપ્રથમ, દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોર્ટલ શરૂ કર્યું, જેના પર લોન રિસ્ટ્રક્ચરિંગની અરજી કરી શકાય છે.
ત્યાર બાદ પણ લોન રિસ્ટ્રક્ચરિંગ સાથે જોડાયેલી પ્રક્રિયા તેમના પોર્ટલ પર પોસ્ટ કરી દીધી છે. તો તમે ભારતીય સ્ટેટ બેંક અથવા હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન અથવા કોઈ અન્ય પ્રકારની લોન લીધી હોય તો તમે આ પોર્ટલ દ્વારા લોન રિસ્ટ્રક્ચરિંગની અરજી કરીને રાહત મેળવી શકો છો. ચાલો જાણીએ કે લોન રિસ્ટ્રક્ચરિંગ માટે શું નિયમો નક્કી કરવામાં આવ્યા છે? બેંકોએ જે રાહત આપી છે તેની તમારી ફાઇનાન્શિયલ હેલ્થ પર શું અસર થશે?

શું તમે હોમ લોન અથવા ઓટો લોન રિસ્ટ્રક્ચર કરાવવા માગો છો? આ સોથી મોટો પર્સનલ પ્રશ્ન છે બેંકિંગ સેવાઓના એગ્રીરેટર બેંકબજાર ડોટ કોમના આદિલ શેટ્ટી કહે છે કે જો તમે લોન રિસ્ટ્રક્ચર કરવા માગતા હો તો તમારે એ સમજવું પડશે કે તેની તમારી ફાઈનાન્શિયલ હેલ્થ પર શું અસર પડી શકે છે. લોન રિસ્ટ્રક્ચરિંગથી શોર્ટ ટર્મમાં રાહત મળી શકે છે પરંતુ લોન્ગ ટર્મમાં તેનાથી તમારા પર લોનની જવાબદારી વધી જશે. આ ઉપરાંત, ચૂકવણી સમયગાળો પણ વધશે. જે લોકો રોકડની તંગીનો સામનો કરી રહ્યા છે, જેમને નોકરી જતી રહી છે, અને આવક ઓછી થઈ ગઈ છે, તેમણે એ જોવું જોઈએ કે શું તેઓ રિસ્ટ્રક્ચરિંગ પ્લાનની મદદ લીધા વગર ચૂકવી શકે છે કે નહીં? જો તેઓ હપ્તા ભરી શકતા હોય તો તેમણે રિસ્ટ્રક્ચરિંગ પ્લાન આગળ ન વધારવો જોઈએ. જો તમારી પાસે કોઈ ઓપ્શન ન હોય તો પછી તમે રિસ્ટ્રક્ચકરિંગ પ્લાન લેવા અંગે વિચારી શકો છો.બેંક તમને રિસ્ટ્રક્ચરિંગ ફ્રેમવર્ક અંતર્ગત કેવા પ્રકારની રાહત આપી રહી છે?

લોન પર તમને 24 મહિના સુધીનું મોરેટોરિયમ મેળવી શકો છો. જો તમારી નોકરી કોવિડ-19ના કારણે જતી રહી છે અને તમે જાણતા નથી કે તમે ક્યારે ફરીથી ભરપાઈ કરી શકશો, તો તે તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે. જો તમારો બિઝનસે સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો છે તો આ સ્કીમ તમને રાહત આપી શકે છે. પરંતુ તમારે ધ્યાનમાં રાખવું પડશે કે આ સમય દરમિયાન તમારી લોન પર વ્યાજ લેવામાં આવશે અને તે મૂળ રકમમાં ઉમેરવામાં આવે.તે જ રીતે, જો તમે ઇચ્છો, તો તમે શરૂઆતથી નક્કી કરી શકો છો. તમે લોન રિ-પેમેન્ટનો સમય ગાળો બે વર્ષ લંબાવી શકો છો. આ તમારા પર જવાબદારી હળવી કરશે અને તમે કોવિડ-19 ને કારણે ઓછી થયેલી આવકના આધારે રિ-પેમેન્ટની યોજના બનાવી શકો છો.

જો કે તેના લોન રિસ્ટ્રક્ચરિંગ પ્લાનમાં મોરેટોરિયમ સમયગાળાની કોઈ જાહેરાત નથી કરી તેના વિસ્તૃત પ્લાનની લિંક્સ પણ થોડા દિવસોમાં પોર્ટલ પર લાઈવ થશે. અત્યારે તેને હિંદી અંગ્રેજી સહિત અન્ય ભારતીય પોસ્ટ કર્યા છે, જેથી કસ્ટમર પ્રક્રિયાને સમજી શકે.જો મોરેટોરિયમ લેવા કે લોન રિ-પેમેન્ટનો સમય 24 મહિના વધારવાનો નિર્ણય લો તો યાદ રાખો કે આ દરમિયાન જો તમારી પાસે ગમે ત્યાંથી રૂપિયા આવે તો ખાતામાં જમા કરાવી શકો છો. તેનાથી ભવિષ્યમાં પડનારો ભાર ઓછો થશે.અલગથી કેટલો ખર્ચ આવશે?જો તમે લોન પર મોરેટોરિયમ લો તો આ પિરિયડ પૂરો થઇ ગયા પછી તમારે ભરવાની રહેશે.

રકમ વધશે કે ઓછી થશે, તે એ વાત પર આધારિત છે કે, તમારી લોન કેટલી બાકી છે, કેટલા બાકી છે અને તમે કેટલા સમય માટે મોરેટોરિયમ લો છો.SBIએ કહ્યું કે, જો તમે લોન રિસ્ટ્રક્ચર કરો છો તો તમારે વાર્ષિક 0.35% દરથી વધારે વ્યાજ ચૂકવવું પડશે. જો આજે 7.00% ના દરે વ્યાજ ચૂકવી રહ્યા છો તો રીસ્ટ્રક્ચરિંગનો લાભ લેવા પર તમારે 7.35% ના દરે વ્યાજ ચૂકવવું પડશે. વ્યાજ દરની કોઈ ચોખવટ કરી નથી, પરંતુ એટલું કહ્યું છે કે પ્રોસેસિંગની ફીઝ વસૂલવામાં આવી શકે છે. એટલે કે દરેક બેંક પોતાની રીતે નિયમો બનાવશે અને તે પ્રમાણે તમને રીસ્ટ્રક્ચરિંગ પ્લાન ઓફર કરશે.

લોન રિસ્ટ્રક્ચરિંગનો લાભ કોને મળશે?

રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે લોન રિસ્ટ્રક્ચરરિંગનો લાભ કોને આપવામાં આવશે. નિયમ પ્રમાણે જે વ્યક્તિ કે સંસ્થા કે કંપનીની લોન 31 માર્ચ 2020ની સ્થિતિમાં સ્ટાન્ડર્ડ હોય એટલે કે આ દિવસ સુધી તે ડિફોલ્ટ ન થઇ હોય તેને લોન રિસ્ટ્રક્ચરરિંગ માટે પરમિશન મળશે.આ નિયમમાં સ્પષ્ટ સમજાવ્યું છે કે, આ સુવિધા એ લોકોને મળશે જેમને ખરેખર કોવિડ-19ની અસર થઇ હોય. આ માટે જો તમે નોકરિયાત છો તો તમારે ફેબ્રુઆરી 2020 અને સપ્ટેમ્બર 2020ની પે-સ્લીપ બતાવવી પડશે, જેમાં તમારા પગારમાં મૂકેલો કાપ દર્શાવેલો હોવો જરૂરી છે.

એ જ રીતે જો તમે પોતાનો બિઝનેસ કરો છો તો તમારે બેંક અકાઉન્ટ એટલે કે એવા ડોક્યુમેન્ટ બતાવવા પડશે જેમાં દર્શાવ્યું હોય કે ફેબ્રુઆરી 2020ની સરખામણીએ ઓગસ્ટ કે સપ્ટેમ્બર 2020 સુધી તમારી આવક ઘણી ઘટી ગઈ છે.અહીં એ વાત મહત્ત્વપૂર્ણ છે કે જો તમે રિઝર્વ બેંક પાસેથી 6 મહિનાની લોન મોરટોરિયમનો લાભ લીધો ન હોય તો પણ તમે લોન રિસ્ટ્રકચરિંગ માટે પાત્ર છો. એટલે કે, એવું જરૂરી નથી કે તમે 6 મહિના સુધી લોન ચૂકવી છે તો તમને રિસ્ટ્રક્ચરિંગનો લાભ નહીં
મળે.આ ફ્રેમ વર્કમાં કયા પ્રકારની લોન સામેલ છે? હાઉસિંગ સાથે એજ્યુકેશન લોન, ઓટો લોન અને પર્સનલ લોનને પણ રિસ્ટ્રક્ચર કરવાની દરખાસ્ત કરી છે. તેમજ, ક્રેડિટ કાર્ડની પણ બાકીની રકમને પણ લોન તરીકે ફેરવીને રિસ્ટ્રક્ચરિંગ પ્લાન બનાવવા માટે તૈયાર છે.

પરંતુ, તેમણે કહ્યું કે તે કયા પ્રકારની લોનનું રિસ્ટ્રક્ચરિંગ નહીં કરી શકે. તેમાં કર્મચારીઓ, ફાઇનાન્શિયલ પ્રોવાઇડર, એગ્રિકલ્ચર લોન સાથે જોડાયેલી લોન, સરકારી યૂનિટ્સ વગેરેનો સમાવેશ થાય છે. કોઈ લોનનો સમયગાળો કેટલો વધારી શકાય? સામાન્ય રીતે તોલોન રિસ્ટ્રક્ચરિંગ હેઠળ પિરિઅડ બે વર્ષ સુધી વધારી શકાય છે. પરંતુ આ સંપૂર્ણ રીતે પ્રોડક્ટ પર નિર્ભર રહેશે. સમજાવ્યું કે, જો હોમ લોનનું રિસ્ટ્રક્ચરિંગ કરવું હોય અને લેનારી વ્યક્તિ 76 વર્ષની હોય તો તેમને બે વર્ષનો સમયગાળો આપી શકાતો નથી આ કિસ્સામાં, મહત્તમ અવધિનો નિયમ બે વર્ષ અથવા લોન લેનારા ઉંમર 77 વર્ષ સુધી રહેશે.

લોન રિસ્ટ્રક્ચર કરવા માટે ક્યાં સંપર્ક કરવાનો રહેશે? પોર્ટલ્સ પર વ્યાપક ગાઇડ લાઇન્સ મૂકી છે. પરંતુ, જો તમારી સાથે આ સંબંધિત કોઈ વધુ જટિલ પ્રશ્ન હોય તો તમારે બેંકમાં જવું જોઈએ અને અધિકારીને મળવું જોઈએ કારણ કે, આ મોરેટોરિયમ અથવા રિસ્ટ્રક્ચરિંગનો પ્લાન સંપૂર્ણ રીતે પ્રોડક્ટ-સ્પેસિફિક અને બેંકોના પોતાના નિયમો પર આધારિત હશે. તેથી, અધિકારી જ સારી રીતે તમારી લોન પ્રોડક્ટ અને તમારી ફાઇનાન્શિયલ હેલ્થ સાથે જોડાયેલી સ્થિતિના આધારે આની શરતોને વધુ સારી રીતે સમજાવી શકશે.

rbi2-1-960x640.jpg

Right Click Disabled!