બાર કાઉન્સિલની પરીક્ષા 23મી જાન્યુઆરીએ યોજાશે

બાર કાઉન્સિલની પરીક્ષા 23મી જાન્યુઆરીએ યોજાશે
Spread the love

અમદાવાદ, આગામી આઠમી નવેમ્બરે યોજાનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની પરીક્ષાની તારીખ પાછળ ઠેલવામાં આવી છે. વકીલાતની સનદ માટે રાષ્ટ્રીય સ્તરે લેવાતી આ પરીક્ષા હવે ૨૩મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ યોજાશે. ઘણી યુનિવર્સિટીઓના એલ.એલ.બી.ના પરિણામો હજુ બાકી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે હાલ ઘણી યુનિવર્સિટીઓના એલ.એલ.બી.ના અંતિમ વર્ષના પરિણામો હજુ થોડા દિવસ પહેલા જ આવ્યા છે અને ઘણી યુનિવર્સિટીઓના પરિણામો હજુ બાકી છે તેથી બાર કાઉન્સિલની પરીક્ષા માટેની નોંધણી બંધ થવાની ૧૭ ઓક્ટોબરની તારીખ પાઠળ ઠેલવામાં આવી છે અને હવે ૧૦મી ડિસેમ્બર સુધી પરીક્ષા માટે નોંધણી કરાવી શકાશે. આ ઉપરાંત આઠમી નવેમ્બરે યોજાનારી પરીક્ષા હવે વર્ષ ૨૦૧૨માં ૨૩મી જાન્યુઆરીના રોજ યોજાશે.

download.png

Right Click Disabled!