ભિખારીનું નિધન થયુ, ઝૂંપડીમાંથી મળ્યા એટલા રૂપિયા કે ગણવામાં 8 કલાકનો સમય લાગ્યો

ભિખારીનું નિધન થયુ, ઝૂંપડીમાંથી મળ્યા એટલા રૂપિયા કે ગણવામાં 8 કલાકનો સમય લાગ્યો
Spread the love

અરવલ્લી : ક્યારેય એવો વિચાર આવ્યો છે કે ભિખારી પાસે લાખો રૂપિયા મળી શકે છે. ભિખારી તો રોજ ભીખ માંગીને ખાતો હોય તો તેની પાસે આટલા રૂપિયા ક્યાંથી આવી શકે, તેવું સૌ વિચારતા હશે. આપણે આપણે ભિખારીનો વેશ જોઈને તેમની વાસ્તવિક સ્થિતિને સમજવામાં ભૂલ કરી બેસતા હોઈએ છે અને તેમને થોડીક મદદ પણ કરી દેતા હોઈએ છે. પરંતુ વાસ્તવમાં તે ભિખારી ના હોય. આપણે ઘણા એવા કિસ્સા સાંભળ્યા હશે કે ભિખારીના ઘરમાંથી લાખો રૂપિયા મળી આવ્યા હોય. મુંબઈના ગોવંડી રેલવે સ્ટેશન પર એક ભિખારીનું લોકલ ટ્રેનની અડફેટે આવી જતા મોત નીપજ્યું હતું.

જ્યારે પોલીસને તેના મોતની જાણકારી મળી અને તેના પરિવારજનોની શોધ કરવા માટે તેના ઘરે પહોંચી તો તેમના હોંશ ઉડી ગયા. રેલવે પોલીસ જ્યારે તેના ઘરે પહોંચી તો તેમને પૈસાથી ભરેલી બેગ અને થેલીઓ મળી જેમાં લગભગ 2,00,000 ના સિક્કાઓ અને કેશ હતા, જેને ગણતા પોલીસને આશરે 8 કલાકનો સમય લાગ્યો. રોકડની સાથે પોલીસને તેના ઘરમાંથી 8.77 લાખની ફિક્સ્ડ ડિપોઝીટના પેપર્સ પણ મળ્યા છે. ભિખારીના પેન કાર્ડ, આધાર કાર્ડ અને સિનીયર સિટીઝન કાર્ડને આધારે તેનું નામ બિરદી ચંદ આઝાદ તરીકેની થઈ હતી. તે રાજસ્થાનનો રહેવાસી હતો. જેના પછી પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી.

પોલીસે કહ્યું હતું કે ભિખારીના ચાર પુત્રો રાજસ્થાનમાં રહે છે અને એક પુત્ર જે તેની સરનેમનો ઉપયોગ કરે છે તે મુંબઈમાં રહે છે. આઝાદની પત્ની તેમના એક પુત્ર સાથે રાજસ્થાનમાં રહે છે. ભિખારીના એક પુત્રએ કહ્યું હતું કે તેઓ તેના પિતા સાથે કોઈ સંપર્કમાં ન હતા. છેલ્લે તેમણે બે વર્ષ પહેલા તેમની સાથે વાત કરી હતી. ઓથોરિટીને ખાતરી મળ્યા બાદ જ આઝાદની લાશને તેના પુત્રોને સોંપવામાં આવશે. વાશી જીઆરપીના વરિષ્ઠ ઈન્સપેક્ટર નંદકુમાર સ્સતેએ કહ્યું હતું કે, અમને એ ખબર નથી કે તેમના પુત્રો હવે કેમ આવ્યા છે અને પહેલા અમારે તેમના બધા કાગળિયા જોવા પડશે. એફડીમાં આઝાદે તેના સૌથી મોટા પુત્રને નોમિની બનાવ્યો છે. જો આ લોકો તેમની ઓળખના પૂરાવા આપી નહીં શક્યા તો તેમના ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે. ત્યાં સુધી આઝાદના પૈસાને સીલ કરવામાં આવશે.

યોગેશ પટેલ (અરવલ્લી)

Screenshot_20201017_142650-2.jpg Screenshot_20201017_142711-1.jpg Screenshot_20201017_142744-0.jpg

Right Click Disabled!