ઝાંખર પાસે પગ લપસતા તણાયેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો

ઝાંખર પાસે પગ લપસતા તણાયેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો
Spread the love

લાલપુર તાલુકાના ઝાંખર ગામની સીમમાં નદીના કોઝવે પરથી પસાર થતાં યુવકનો પગ લપસતા પાણીના પ્રવાહમાં તણાયા બાદ બીજા દિવસે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. લાલપુર તાલુકાના ઝાંખર ગામે રહેતા મૂળ જામનગરના નિલકમલ સોસાયટી વિસ્તારમાં હનુમાન ટેકરી ખાતે મેલડી માતાજીના મંદિર સામે રહેતા હરેશભાઇ રામભાઇ વારસાંકિયા (ઉ.વ.૧૮) નામનો યુવાન ગત સોમવારે સાંજે સાડા ચાર વાગ્યાના સુમારે ઝાંખર ગામમાં ફુલઝર નદીના કોઝવે પરથી પસાર થઇ રહયો હતો જે વેળા તેનો અકસ્માત પગ લપસતા પાણીના પ્રવાહમાં તણાઈને લાપતા બન્યા હતો.

બનાવની જામ્યુકોના ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર શાખાનો કાફલો દોડી ગયો હતો. જોકે, રાત્રી સુધી યુવકનો પતો સાંપડયો ન હતો. જે બાદ મંગળવારે સવારે ફરી લાપતા યુવકને શોધવા માટે ફાયર શાખાની ટીમે કવાયત હાથ ધરી હતી. જે દરમિયાન દસેક વાગ્યે આ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને મેધપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રોહિત મેરાણી (જામનગર)

images-17-1.jpeg

Right Click Disabled!