જોડિયાના ભાદરા પાસેનો કોસ્ટલ હાઇવે પરનો પુલ ધરાશાયી

જોડિયાના ભાદરા પાસેનો કોસ્ટલ હાઇવે પરનો પુલ ધરાશાયી
Spread the love
  • કચ્છ તરફ જતો રસ્તો બંધ થતા વાહનોને થપા લાગ્યા: ૫૦ વર્ષ જૂનો પુલ ૬ વર્ષથી રીપેર જ નથી થયો

જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટીયા પાસે કોસ્ટલ હાઇવે પરનો પુલ શુક્રવારે એકાએક ધરાશાયી થયો હતો. પુલના બે કટકા થઈ જતા વાહનવ્યવહાર ખોરંભાયું છે. કચ્છ તરફ જતા રસ્તાને જોડતા આ પુલ અચાનક ધરાશાયી થતા વાહનોના થપ્પા લાગી ગયા હતા. કચ્છ તરફનો માર્ગ બંધ થતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જો કે, પૂલ તૂટ્યો ત્યારે કોઇ વાહન પસાર થતા ન હોય સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. ઘટનાને પગલે પોલીસ અને અધિકારીઓ દોડી ગયા હતા.

પુલ જૂનો હોવાથી ધરાશાયી થયાનું અધિકારીઓનું રટણ

ભાદરા પાટીયાથી આમરણ તરફ જતા કેશીયા ગામ નજીક આવેલ પુલ ધરાશાયી થતા આ માર્ગ કચ્છને જોડતો હોય હાલ પુરતો બંધ કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓ પોતાનો બચાવ કરતા રટણ કરી રહ્યા છે કે આ પુલ જૂનો હોવાથી તૂટી પડ્યો છે. પુલ જૂનો હોય તો સમારકામ કે નવો બનાવવાની દરખાસ્ત કેમ કરવામાં ન આવી તેવો સવાલ લોકોમાં ઉઠ્યો હતો. પુલ ધરાશાયી થયો ત્યારે કોઈ જાનહાનિ થઈ હોત તો તેના માટે જવાબદાર કોણ તેવો સવાલ પણ ઉઠ્યો છે.

– રોહિત મેરાણી (જામનગર)

Screenshot_20201017-125905_Divya-Bhaskar2.jpg

Right Click Disabled!