શોર્ટસર્કિટથી સળગી ઉઠી કાર, NCP નેતા સંજય શિંદે જીવતા ભૂંજાયા

શોર્ટસર્કિટથી સળગી ઉઠી કાર, NCP નેતા સંજય શિંદે જીવતા ભૂંજાયા
Spread the love

દિગ્ગજ રાજનેતા શરદ પવારના પક્ષ NCPના નેતા સંજય શિંદેનું મોત નિપજ્યું છએ. ઉલ્લેખનીય છે કે તેમની કારમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી અને કારના દરવાજા લૉક થઇ જતાં શિંદે ભડકે બળતી કારમાં અંદર રહી ગયા, અને જીવતા ભડથું થઈ ગયા હતા. નોંધપાત્ર છે કે સ્થાનિક લોકોએ બચાવવાના તમામ પ્રયત્નો કર્યા હતા.

NCP નેતા સંજય શિંદે જીવતા ભૂંજાયા

મુંબઇ આગ્રા હાઇવે પર પિંપલગાંવ બસવંત ટોલ પ્લાઝા પાસે એમની કારમાં શોર્ટ સર્કિટ થઇ હતી. ઉલ્લેખનીય છે કે તેમણે કારની બહાર નીકળવાના પ્રયાસો કર્યા હતા પરંતુ સેન્ટ્રલ લૉકિંગ સિસ્ટમ ધરાવતી કારના દરવાજા લૉક થઇ ગયા હતા અને શિંદે બહાર નીકળી શક્યા નહોતા. સંજય શિંદે દ્રાક્ષના નિકાસકાર તરીકે જાણીતા હતા.સંજય શિંદે દ્રાક્ષના નિકાસકાર તરીકે જાણીતા હતા.

ઉલ્લેખનીય છે કે આ ઘટના બની ત્યારે શિંદે જંતુનાશક ઔષધિ ખરીદવા પિંપલગાંવ જઇ રહ્યા હતા. મંગળવારે બપોરે આ દુર્ઘટના બની હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે અમને કારમાં એક હેન્ડ સેનિટાઇઝરની બોટલ મળી હતી. અમને શંકા છે કે એને કારણે કારની અંદર આગ ઝડપથી ફેલાઇ હોઇ શકે. હેન્ડ સેનિટાઇઝરમાં આલ્કોહોલ વપરાય છે જે જ્વલનશીલ પદાર્થ છે.

nc-10-1024x683.jpg

Right Click Disabled!