લોકડાઉનમાં નોકરી ગુમાવનારાને કેન્દ્ર 50 ટકા બેરોજગારી ભથ્થું આપશે

લોકડાઉનમાં નોકરી ગુમાવનારાને કેન્દ્ર 50 ટકા બેરોજગારી ભથ્થું આપશે
Spread the love

નવી દિલ્હી, લોકડાઉન દરમિયાન નોકરી ગુમાવનારા કર્મચારીઓ માટે કેન્દ્ર સરકાર રાહતની એક યોજના લઈને આવી રહી છે. અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના (એબીવીકેવાય) હેઠળ ઈએસઆઈસીમાં રજિસ્ટર્ડ કામદારોને સરકાર તેમના પગારના 50 ટકા બેરોજગારી ભથ્થું આપશે. જોકે, કામદારો ત્રણ મહિના માટે જ આ ભથ્થું મેળવી શકશે. ઈએસઆઈસી આ યોજના માટે રૂ. 44,000 કરોડ ફાળવશેકોરોના મહામારીના કારણે 24મી માર્ચથી દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનના કારણે આૃર્થતંત્રની ગાડી પાટા પરથી ઊથલી પડતાં અનેક કામદારોએ નોકરી ગુમાવી હતી. કેન્દ્ર સરકાર હવે આવા કામદારોને તેમના પગારના 50 ટકા જેટલું ભથ્થું આપશે. 24મી માર્ચથી આ વર્ષના અંતમાં ડિસેમ્બર 31 સુધીમાં નોકરી ગુમાવનારા લોકોને આ યોજના હેઠળ ભથ્થું અપાશે.

આ સમયમાં નોકરી ગુમાવ્યા પછી નોકરી ફરી મળી ગઈ હોય તેવા કામદારો પણ આ ભથૃથાં માટે હકદાર હશે.શ્રમ મંત્રાલયના એક અિધકારીએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં સરકાર આ અંગે એક જાહેરનામુ બહાર પાડશે. અત્યાર સુધી આ યોજના પર કોઈએ વિશેષ ધ્યાન આપ્યું નથી, પરંતુ આગામી દિવસોમાં તેનો પ્રચાર-પ્રસાર વધવાની સંભાવના છે.લોકડાઉનના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો તેવા લોકોને રાહત આપવા માટે સરકાર આ યોજના લાવી રહી છે. જોકે, આ યોજનાનો લાભ ઈએસઆઈસીમાં નોંધણી કરાવી હોય અને ડિસેમ્બર સુાૃધીમાં નોકરી ગુમાવી હોય તેવા કામદારોને મળશે.

મંત્રાલયના સૂત્રો મુજબ આ યોજના હેઠળ દરરોજ અંદાજે 400 ક્લેમ મળી રહ્યા છે. ઈએસઆઈસી અને શ્રમ મંત્રાલયે ગયા મહિને આ યોજનાનો દાયરો વધારવાનો નિર્ણય કર્યો હતો, જેના હેઠળ કામદારોને અપાતું બેરોજગારી ભથ્થું 25 ટકાથી વધારીને 50 ટકા કરી દેવાયું હતું.અગાઉ એમ્પ્લોયર મારફત આ સુવિધાનો લાભ મેળવી શકાતો હતો, પરંતુ હવે કામદારો પોતે જ ઈએસઆઈસીની ઓફિસ પરથી ક્લેમ કરી શકશે. ઈએસઆઈસી અંદાજે 3.4 કરોડ પરિવારોને મેડિકલ કવર આપે છે અને અંદાજે 13.5 કરોડ લાભાર્થી રોકડ લાભ મેળવે છે.

it-1-2-960x640.jpg

Right Click Disabled!