અમિત શાહના ઘરના દરવાજા તમામ માટે બંધ છતા અધિકારી પહોંચ્યા ઘરે

અમિત શાહના ઘરના દરવાજા તમામ માટે બંધ છતા અધિકારી પહોંચ્યા ઘરે
Spread the love

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ છે. પણ અમિત શાહ પોતાના નિવાસ સ્થાને જ રહ્યાં છે. કોઇપણ સ્થળે મુલાકાત માટે ગયા નથી. કે એમના નિવાસ સ્થાને કોઈ મહત્વની વ્યક્તિએ મુલાકાત કરી નથી. સવારના સમયે અમિત શાહના નિવાસ સ્થાન પર એડીસી બેન્કના હોદ્દેદાર સાથે બેઠક થઇ હોવાનું સુત્રોની જાણકારી છે. ત્યારબાદ એક અધિકારી પણ તેમના નિવાસ સ્થાન પર પહોંચ્યા હતા. લગભગ 20 મિનિટ બેઠક ચાલી હતી. શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે શનિવારે એડીસી બેંક મુદ્દે સુનાવણી છે.

અન્ય નેતા અમિત શાહની મુલાકાતે આવ્યા નથી

2019ના વર્ષમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી ટાણે રાહુલ ગાંધીએ 2016માં લદાયેલી નોટબંધીના પાંચ દિવસમાં રૂ.745 કરોડની ચલણી નોટો એડીસી બેન્કમાં બદલી હોવાનું નિવેદન આપ્યું હતું. તેની સામે વર્ષ 2019માં એડીસી બેંકે રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ સૂરજેવાલા સામે મેટ્રો કોર્ટમાં બદનક્ષીનો કેસ કર્યો હતો. આવા સમયે જ અમિત શાહના નિવાસ સ્થાન પર થયેલી આ બેઠક ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. પાર્ટીના જ સૂત્રો કહી રહ્યાં છે કે આ બેઠક આ સંદર્ભે યોજાઈ હતી. આ સિવાય કોઈ અન્ય નેતા અમિત શાહની મુલાકાતે આવ્યા નથી. નાદુરસ્ત તબિયતના કારણે અમિત શાહ કોઇ પણ નેતા કે કાર્યકર્તાઓને મળવાનું ટાળી રહ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

AMIT-SHAH-1-960x640.jpg

Right Click Disabled!