થરાદ પાલિકા અને પોલીસ દ્વારા ડ્રાઇવ ઝુંબેશ હાથ ધરવામાં આવી

- માસ્ક વગર ફરતા લોકો સામે દંડકીય કાર્યવાહી કરી માસ્ક અપાયા
થરાદ શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં લોકો કોરોના નામની બીમારીને સાવ ભૂલી જઈ સાવચેતી રાખવાની સામે બેદરકારી દાખવતાં કોરોનાએ કહેર મચાવવાની શરુઆત થતાં સંક્રમિતના આંકડા વધી રહ્યા છે, આથી બુધવારના રોજ નગરપાલિકા તેમજ પોલીસ સાથે રહી કોરીના સામે જાગૃતિ લાવવા માસ્ક વિના ફરતા લોકો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવાની ડ્રાઈવ ઝુંબેશ અભિયાન હાથ ધરાયું હતું, જિલ્લામાં તેમજ થરાદ પંથકમાં કોરોના બેકાબુ બની જતાં સંક્રમીતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
થરાદ શહેર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં મળી બે દિવસમાં કુલ 12 જેટલા લોકો સંક્રમિત થતાં તંત્ર એકદમ હરકતમાં આવી જતાં નાયબ કલેકટર વીસી બોડાણાએ મંગળવારે પ્રાંત કચેરી ખાતે તંત્ર સાથે બેઠક બોલાવી સંક્રમિત સામે સાવચેતી રાખવા લોકોમાં જાગૃતિ લાવવા પાલિકા તેમજ પોલીસ સાથે મળી એક ટીમ બનાવી ડ્રાઈવ ઝુંબેશ હાથ ધરે તેવી સૂચના આપવામાં આવતા બુધવારે પાલિકા તેમજ પોલીસ દ્વારા ડ્રાઈવ ઝુંબેશ અભિયાન હાથ ધરી માસ્ક વિનાના વાહન ચાલકો સામે રૂપિયા 200 પ્રમાણે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 26 જેટલા લોકોને દંડકીય રકમનો ભોગ બનવું પડ્યું હતું.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ
