કડી છત્રાલ હાઇવે ઉપર ST વિભાગની ટાટા સુમોના ચાલકે પુરઝડપે ગાડી હાંકી બાઇક સવારને ઉલાળ્યા

કડી છત્રાલ હાઇવે ઉપર ST વિભાગની ટાટા સુમોના ચાલકે પુરઝડપે ગાડી હાંકી બાઇક સવારને ઉલાળ્યા
Spread the love

કડી છત્રાલ હાઇવે ઉપર મજૂરી કામે મોટર સાઇકલ લઈને જતા ત્રણ ઈસમોને છત્રાલ બાજુથી પુરઝડપે આવી રહેલી ટાટા સુમોએ ટક્કર મારતા મોટર સાયકલ સવાર ઇજાગ્રસ્ત બન્યા હતા જ્યાં બે ઇસમોને કુંડાળ સરકારી હોસ્પિટલમાં તેમજ એકને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કડીમાં કોર્ટની સામે આવેલ વાસમાં રહીને મજૂરી કરીને પેટિયું રળતા બે મિત્રો ગુરુવારના સવારે મંગલભાઈ જગમોહનસિંગ રાજપૂત કલર કામનો કોન્ટ્રાકટ રાખતા હોવાથી તેમને તેમનું મોટર સાયકલ લઈને લેવા આવ્યા હતા.

પ્રકાશ બાબુભાઇ દંતાણી અને તેનો મિત્ર વિકી જેણાભાઈએ લેવા આવેલ કલર કામના કોન્ટ્રાકટર મંગલભાઈના મોટર સાયકલ ઉપર કામેં જવા નીકળ્યા હતા ત્યારે પાંજરાપોળની સામે કરણનગર રોડ તરફ હતા ત્યારે પાછળથી પુરઝડપે આવી રહેલી ટાટા સુમોએ મોટર સાયકલને ટક્કર મારતા ત્રણેય જમીન ઉપર ફસડાયી પડ્યા હતા.

રાહદારીએ ૧૦૮માં ફોન કરતા એમ્બ્યુલન્સમાં કુંડાળ સરકારી દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. ફરિયાદીએ જણાવ્યા પ્રમાણે અકસ્માત કરનાર ટાટા સુમો GJ-18-GB-0486 માંથી ટક્કર માર્યા બાદ એસટી વિભાગના કર્મચારીઓ જેવા કપડાં પહેરેલ હોવાનું લાગતું હતું જેથી પોલીસે ગાડી નંબરના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

IMG-20201015-WA0029.jpg

Right Click Disabled!