ગુજરાતમાં મહાનગરપાલિકા ચૂંટણીના પડઘમ…

22 થી 30 નવેમ્બરની વચ્ચે યોજાઈ શકે છે મહાનગર પાલિકાની ચૂંટણી. રાજ્ય ચૂંટણીપંચે આ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોરોના મહામારી વચ્ચે પણ ચૂંટણી પંચે હવે જિલ્લા પંચાયતોમાં ચૂંટણીઓ યોજવાની તૈયારીઓ કરી લીધી છે. રાજયમાં જિલ્લા પંચાયતોની ચૂંટણી 20થી 30 ઓક્ટોબર વચ્ચે જાહેરાત કરી શકે છે. 231 જેટલી તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ સાથે યોજાશે તો 31 જિલ્લા પંચાયતોની ચૂંટણી માટેના પડઘમ હવે વાગી શકે છે રાજ્યચૂંટણી પંચે આ બાબતની તમામ તૈયારીઓ કરી લીધી છે ચૂંટણી દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા સહિતની તમામ તૈયારીઓની સમિક્ષા કરી લેવામાં આવી છે. જેની આગામી સમયમાં જાહેરાત થઈ શકે છે. ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી નવેમ્બરના અંતમાં 22 થી 30 નવેમ્બરની વચ્ચે યોજાશે મહાનગરપાલિકાની ચૂંટણી. રાજ્ય ચૂંટણી પંચ 20 થી 30 ઓક્ટોબરની વચ્ચે કરશે એલાન. ૩૧ જિલ્લા પંચાયતની ચૂંટણી પણ નવેમ્બરના અંતમાં જ યોજાશે.
231 તાલુકા પંચાયતની ચૂંટણી પણ જિલ્લા પંચાયતની ચૂંટણી સાથે યોજાશે 55 નગરપાલિકાની ચૂંટણી પણ નવેમ્બરના અંતમાં થશેરાજ્યમાં અનલોક થવાની સાથે સાથે હવે ચૂંટણી પંચ પણ ચૂંટણીઓ યોજવા માટે તમામ તૈયારીઓમાં લાગી ગયું છે. રાજ્યમાં આ વર્ષે ચૂંટણીઓ થવાની છે. જેમાં રાજ્યની મુખ્ય છ મહાનગરપાલિકા સહિત જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં પણ ચૂંટણી થઈ શકે છે.રાજ્યમાં કોરોના સંક્રમણ વચ્ચે ચૂંટણી પંચે આરોગ્ય મંત્રાલયના નિર્દેશોનુસાર તમામ ગાઈડલાઈનના પાલન સાથે ચૂંટણી યોજવા માટે તૈયારીઓ આરંભી દીધી છે. રાજ્યમાં 20થી 30 ઓક્ટોબરની વચ્ચે ચૂંટણીઓ માટેની જાહેરાત થઈ શકે છે. રાજ્યમાં 55 નગરપાલિકાઓની પણ ચૂંટણી નવેમ્બરના અંતમાં યોજવા માટે તમામ તૈયારીઓ આરંભી દીધી છે. જેની આગામી સમયમાં જાહેરાત થઈ શકે છે.રાજ્યમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત 6 મહાનગર પાલિકાઓમાં આગામી સમયમાં ચૂંટણી યોજાશે તો સાથે સાથે 231 તાલુકા પંચાયતમાં પણ ચૂંટણીઓની તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ સાથે 31 જિલ્લા પંચાયતોની પણ ચૂંટણી યોજાશે.
