વર્ષો જુના મહાકાળી મંદિરમાં કોરોનાના લીધે મેળાનું આયોજન બંધ

મોડાસા તાલુકાના રાજપુર અને નાની ઇસરોલની વચ્ચે આવેલ મહાકારી માતાજી નું વર્ષો જુનું એક ભવ્યાતિભવ્ય મંદિર આવેલ છે. જ્યાં દર વર્ષે આસો સુદ આઠમ ના દિવસે ભવ્ય લોકમેળો યોજવામા આવે છે પરંતુ આ વખતે સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ મંદિર ટ્રસ્ટ દ્વારા એક અનેરો નિર્ણય લઈને સરકારશ્રીના નિયમોનું પાલન કરીને આ વર્ષે આઠમના મેળાનું આયોજન બંધ રાખવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે તેવું મંદિર ટ્રસ્ટ વતી જશવંતસિંહ દ્વારા જણાવવામાં આવ્યુ છે.
રિપોર્ટ : યોગેશ પટેલ (અરવલ્લી)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
