રાજ્યમાં ગુજસીટોકનો પ્રથમ કેસ જામનગરમાં, ભૂમાફિયા જયેશ પટેલ સહિત ૧૪ સામે ગુનો નોંધાયો

રાજ્યમાં ગુજસીટોકનો પ્રથમ કેસ જામનગરમાં, ભૂમાફિયા જયેશ પટેલ સહિત ૧૪ સામે ગુનો નોંધાયો
Spread the love
  • ૮ની ધરપકડ, ૧ જેલમાં છે, જયેશ પટેલ ફરાર અને ૪ નામો ગોપનીય રખાયા

જામનગર જિલ્લામાં જયેશ પટેલ અને તેના સાગરીતો દ્વારા સંગઠિત રીતે સિન્ડિકેટ બનાવીને જામનગર જિલ્લામાં જમીન માલિક, રિયલ એસ્ટેટ, બ્રોકર તેમજ વેપારીઓ પાસેથી ઘણા સમયથી ધમકીઓથી પૈસા અને જમીનો પડાવતા હતા. દરમિયાન આ અંગે રાજ્ય સરકારમાં રજૂઆત થતાં સરકાર દ્વારા સ્પેશિયલ ટીમ બનાવી તેના પર તૂટી પડવાના આદેશ થતા જયેશ પટેલના સાગરીતો પકડ્યા બાદ જામનગર પોલીસે આજે જયેશ પટેલના સંગઠનના વેપારીઓ, રાજકારણીઓ, પૂર્વ પોલીસકર્મીઓ સહિતના લોકો મળીને ૮ વ્યક્તિઓની ધરપકડ કરી ૧૪ શખ્સો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાતા ભારે ખળભળાટ મચી જવા પામી છે.

જામનગર શહેર અને જિલ્લામાં ખળભળાટ મચાવનાર આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લામાં ઘણા સમયથી મોકાની જમીન અને વેપારીઓ પાસેથી પૈસા પડાવવાની પ્રવૃત્તિ જયેશ પટેલ ગેંગ દ્વારા ચલાવવામાં આવતી હતી જે અંગે રાજ્ય સરકારમાં રજૂઆત થતાં સરકાર ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક સ્પેશિયલ ટીમ બનાવી જયેશ પટેલ અને તેના સાગરીતો પર તૂટી પડી હતી. દરમિયાન જયેશ પટેલની ગેંગ માટે કામ કરતા ૮ લોકો જેમાં બિલ્ડર, વેપારીઓ, ખાનગી નોકરી ધારક, પૂર્વ પોલીસકર્મી વગેરેની ધરપકડ કરી ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધતા ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસે તેમની અટક કરી શનિવારે તેને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરશે જે બાદ તેમની કાર્યપદ્ધતિ અને અન્ય સાથીના નામ બહાર આવશે. પોલીસે અન્ય ૪ વ્યક્તિઓ સામે પણ ગુનો નોંધ્યો છે જેના નામ ગુપ્ત રાખવામાં આવ્યા છે. જ્યારે એક આરોપી જશપાલસિંહ જાડેજા જેલમાં છે. જયેશ પટેલને ફરાર દેખાડવામાં આવ્યો છે.

– રોહિત મેરાણી (જામનગર)

images.jpeg

Right Click Disabled!