ઇડર પોલીસ ધ્વારા ફ્લેગમાચૅ યોજવામાં આવી

આગામી સ્થાનીક સ્વરાજની ચુંટણી અંતગૅત ઇડર તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઇડર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી. એમ. ચૌહાણની આગેવાનીમાં ઇડર પી.આઇ. જે.એ.રાઠવા, પી.એસ.આઇ એન.એમ.ચૌધરી, પી.એસ.આઇ એસ.જે. ચાવડા પોલીસ સ્ટાફ ધ્વારા બી. એસ. એફના જવાનો સાથે ઇડર શહેરના તમામ વિસ્તારો તેમજ તાલુકામાં ફ્લેગમાચૅ કરી મતદાન શાતિપૂવૅક પૂણૅ થાય અને કોઈ અનીરછનીય બનાવ ન બને તે માટે નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)
