આરામ હોટેલમાં કપડાના જેલમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા

Spread the love
  • મહાપાલિકાએ દોડી જઇ સંચાલકને રૂા.૧૦ હજારનો દંડ ફટકાર્યો

જામનગર શહેરના આરામ હાલમાં ચાલતા કપડાના સેલમાં મહિલાઓ ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા જે બાબતે ફરિયાદ મળતા મહાપાલિકાનું તંત્ર ત્યાં દોડી ગયું હતું અને લોકોને બહાર કાઢી સેલના સંચાલકને રૂા.૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. શહેરની આરામ હોટલમાં શક્તિ ફેશન નામના સંચાલકો દ્વારા કપડાનો સેલ લગાડવામાં આવ્યો હતો જે અંગે ભારે જાહેરાત કરવાના પગલે સવારે મહિલાઓ અને બાળકો ઉમટી પડ્યા હતા. જેના કારણે પહેલા માળે આવેલા આ સેલમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતી.

જે અંગેની માહિતી મહાનગરપાલિકાના અધિકારીઓને મળતા તેઓ તાત્કાલિક હોટલ ખાતે દોડી ગયા હતા અને હાજર લોકોને બહાર કાઢી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા જણાવ્યું હતું. તેમજ શક્તિ ફેશનના સંચાલક ભરતભાઈ નામના વ્યક્તિને રૂા.૧૦ હજારનો દંડ ફટકારી સ્થળ પર જ પૈસા વસૂલ કર્યા હતા. જામનગર શહેરમાં આવા અનેક સેલ ચાલે છે જેમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું ભાન ભૂલી જાય છે ત્યારે તંત્ર દ્વારા આજે કરવામાં આવેલી કાર્યવાહીથી આવા લોકો ચેતશે.

– રોહિત મેરાણી (જામનગર)

Right Click Disabled!