સ્કૂલ ફી ફિક્સ પગારના કેસોમાં સરકારે વકીલોને 2.35 કરોડ ફી ચૂકવી

સ્કૂલ ફી ફિક્સ પગારના કેસોમાં સરકારે વકીલોને 2.35 કરોડ ફી ચૂકવી
Spread the love
 • સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટમાં રાજ્ય સરકારનો પક્ષ રજૂ કરવાની ફી
 • ફી નિયમનના કેસમાં ત્રણ વર્ષ દરમિયાન હાઇકોર્ટમાં સરકારી વકીલોને ૩૭ લાખ અને સુપ્રીમમાં ૧.૪૨ કરોડ ચૂકવાયા

અમદાવાદ રાજ્ય સરકારે સ્કૂલ ફી તેમજ ફિક્સ પગારના કર્મચારીઓ મુદ્દે થયેલા કેસોમાં હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટમાં સરકાર તરફે રજૂઆત કરવા માટે ગત વર્ષોમાં ૨.૩૫ કરોડ રૃપિયા વકીલોને ફી પેટે ચૂકવ્યા છે. વિધાનસભા સત્રમાં પ્રશ્નોત્તરીમાં સરકારે આંકડાઓ અને વિગત સાથે આ માહિતી આપી હતી ફી નિયમન મુદ્દે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સરકારી વકીલોને ફી પેટે રૃપિયા ૩૭ લાખ અને સુપ્રીમ કોર્ટમાં સરકારી વકીલોને ૧.૪૨ કરોડ ચૂકવ્યા છે. રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૭માં ખાનગી સ્કૂલોની ફી પર નિયમન માટે ફી રેગ્યુલેશન બિલ પસાર કર્યુ હતું જેમાં ફીમાં વધારો કરવા માગતી શાળાઓએ ફી રેગ્યુલેટરી કમિટી સમક્ષ રજૂઆત કરી મંજૂરી લેવી પડશે. આ નિર્ણય સામે ખાનગી શાળાના સંચાલકો પહેલાં હાઇકોર્ટ અને ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.

લાંબી સુનાવણીઓ બાદ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલી ફી જ શાળાઓ વસૂલી શકશે અને તેમાં વધારા માટે કમિટીની મંજૂરી જરૃરી છે. રાજ્ય સરકારે જવાબ આપ્યો છે કે ૩-૬-૨૦૧૯ની પરિસ્થિતિએ છેલ્લાં ત્રણ વર્ષમાં ફી નિયમન મુદ્દે હાઇકોર્ટમાં સરકારી વકીલોને કેસ લડવા માટે કુલ રૃપિયા ૩૭,૩૩,૯૦૦ ચૂકવવામાં આવ્યા છે. અને સુપ્રીમ કોર્ટમાં સરકારી વકીલોને કુલ રૃપિયા ૧,૪૨,૫૦,૦૦૦ ચૂકવવામાં આવ્યા છે. રાજ્ય સરકારના ફિક્સ પગારદારોને પૂરો પગાર ચૂકવવાના નિર્ણયને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પડકારવમાં આવ્યો હતો. જેમાં ૩-૬-૨૦૧૯ની પરિસ્થિતિએ છેલ્લા પાંચ વર્ષમાં સરકારે હાઇકોર્ટ સમક્ષના કેસોમાં વકીલોને કોઇ ચૂકવણી કરી નથી જ્યારે સુપ્રીમ કોર્ટમાં કુલ ૫૫,૫૧,૧૯૮ રૃપિયાની ચૂકવણી કરવામાં આવી છે.

ફી નિયમના માટે હાઇકોર્ટમાં સરકારી વકીલોને ચૂકવાયેલી ફી

 • વકીલનું નામ રકમકમલ ત્રિવેદી (એડવોકેટ જનરલ ૧૩,૪૯,૫૫૦
 • પ્રકાશ જાની તત્કાલિન એડિશનલ એડવોકેટ જનરલ ૧૨,૮૯,૬૫૦
 • મનીષા શાહ મુખ્ય સરકારી વકીલ ૧૦,૯૪,૭૦૦
  કુલ ૩૭,૩૩,૯૦૦

સુપ્રીમ કોર્ટમાં ફી નિયમન કેસમાં ચૂકવાયેલી ફી

 • વકીલનું નામ રકમ
 • આર્યમા સુંદરમ્ સીનિયર એડવોકેટ ૫૨,૨૫,૦૦૦
 • તુષાર મહેતા એડિશનલ સોલિસિટર જનરલ ૧૬,૦૦,૦૦૦
 • મનીષા શાહ મુખ્ય સરકારી વકીલ ૧૯,૨૫,૦૦૦
 • કે.કે. વેણુગોપાલ એટર્ની જનરલ ૫૫,૦૦,૦૦૦
  કુલ ૧,૪૨.૫૦,૦૦૦

ફિક્સ પગારદારોના કેસમાં સુપ્રીમમાં ચૂકવાયેલી ફી

 • વકીલનું નામ રકમ
 • અગ્રવાલ લૉ એસોશિએટ ૧૩,૦૧,૧૯૮
 • કે.કે. વેણુગોપાલ એટર્ની જનરલ ૧૬,૫૦,૦૦૦
 • તુષાર મહેતા એડિશનલ સોલિસિટર જનરલ ૪,૦૦,૦૦૦
 • એન.કે. કૌલ સીનિયર એડવોકેટ- ૫,૦૦,૦૦૦
 • પી.એસ. નરસિમ્હા સીનિયર એડવોકેટ ૩,૩૦,૦૦૦
 • રંજીત કુમાર સીનિયર એડવોકેટ ૧૩,૨૦,૦૦૦
  કુલ ૫૫,૫૧,૧૯૮

00.jpg

Right Click Disabled!