સંસદના બજેટ સત્ર પૂર્વે સરકારે સર્વપક્ષી બેઠક યોજશે

સંસદના બજેટ સત્ર પૂર્વે સરકારે સર્વપક્ષી બેઠક યોજશે
Spread the love

સંસદનું બજેટ સત્ર કોરોના રોગચાળા સામેની સાવચેતીનાં પગલાં સાથે બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો ૩૧ જાન્યુઆરીથી ૧૫ ફેબ્રુઆરી સુધી અને બીજો તબક્કો ૮ માર્ચથી ૮ એપ્રિલ સુધી યોજાશે. કેન્દ્ર સરકારે સંસદના બજેટ સત્ર પૂર્વે આગામી ૩૦ જાન્યુઆરીએ સર્વપક્ષીય બેઠક યોજી છે. એ બેઠકમાં ૧ ફેબ્રુઆરીએ બજેટની રજૂઆત વિશે ચર્ચા કરવામાં આવશે.

૩૦મીએ સવારે ૧૧.૩૦ વાગ્યે સંસદના બન્ને ગૃહના તમામ રાજકીય પક્ષોની બેઠક વિડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી યોજાશે. એ જ દિવસે સત્તાધારી નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સના સભ્યોની બેઠક યોજાશે. સંસદનું બજેટ સત્ર કોરોના રોગચાળા સામેની સાવચેતીનાં પગલા સાથે બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો ૩૧ જાન્યુઆરીથી ૧૫ ફેબ્રુઆરી સુધી અને બીજો તબક્કો ૮ માર્ચથી ૮ એપ્રિલ સુધી યોજાશે.

સર્વપક્ષીય બેઠક વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાશે. એ બેઠકમાં સરકાર તરફથી સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ રાજ્યસભામાં બીજેપીના નેતા થાવરચંદ ગેહલોત અને નાયબ નેતા પીયૂષ ગોયલ, સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી, અર્જુનરામ મેઘવાલ અને વી. મુરલીધરન ઉપસ્થિત રહેશે.

Parliament-House21-01-2021_d.jpg

Right Click Disabled!