તબીબની ઘોર બેદરકારી ગળામાંથી કાપડ કાઢવાનું ભૂલી ગયા

તબીબની ઘોર બેદરકારી ગળામાંથી કાપડ કાઢવાનું ભૂલી ગયા
Spread the love

સુરતમાં મણકાના સ્પેશિયાલિસ્ટ તબીબની ઘોર બેદરકારી સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. એક આધેડ કે જેના હાથ અને પગમાં દુખાવો ઉપડતા મણકા સ્પેશિયાલિસ્ટ ડોકટરનો સંપર્ક કર્યો હતો. જ્યાં ઓપરેશન દરમ્યાન ડોકટર ટીસ્યુ જેવુ કાપડ જ આધેડ ના ગળામાંથી કાઢવાનું ભૂલી જતા તેની સજા આધેડે ભોગવવી પડી હતી.

સુરત પોલીસ કમિશનરને લેખિતમાં અરજી આપી

જો કે આ સમગ્ર વિવાદ ઉભો થતાં દર્દીના પરિવારજનો દ્વારા અઠવા પોલીસ અને સુરત પોલીસ કમિશનરને લેખિતમાં અરજી આપી બેદરકારી દાખવનાર ડોકટર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. જ્યાં પોલીસે પણ અરજીના અનુસંધાને દર્દીના પરિજનોના નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

doctor_1602500926.jpg

Right Click Disabled!