જામનગરમાં ગરમીનું જોર વધ્યું

જામનગરમાં ગરમીનું જોર વધ્યું
Spread the love
  • ભેજના કારણે બફારો: બપોરના સમયે કરો તાપ

જામનગરમાં ઉષ્ણતામાનનું નજીવો વધારો થતાં ગરમીથી લોકો અકળાઈ ઉઠયા છે. બપોરના સમયે આકાર તાપથી શહેરીજનો ત્રસ્ત બન્યા છે. જામનગરમાં ચોમાસામાં ધીંગી મેઘ મહેર થવા છતાં ગરમીનું જોર ઘટવાનું નામ લેતું નથી. શનિવારે મહત્તમ તાપમાન ૩૩.૬ ડિગ્રી નોંધાયું હતું. જેમાં આંશિક વધારો થતાં રવિવારે મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રી નોંધાતા ગરમીથી લોકો અકળાઇ ઉઠ્યા હતા.

ખાસ કરીને બપોરના સમયે આકારા તાપથી શહેરના મુખ્ય માર્ગો પર લોકોની ચહલ પહલમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીજી બાજુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા રહેતા બફારાનો કારણે લોકોને મુશ્કેલી બેવડાઇ હતી. જ્યારે પવનની ગતિ પણ મંદ રહેતા લોકો ગરમીથી પરસેવે રેબઝેબ થઇ ગયા હતા. અત્રે નોંધનીય છે કે, ચાલુ વર્ષે શહેર-જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર મેઘ મહેર કરી હોય વાતાવરણમાં ઠંડકના બદલે હજુ ગરમી અને બફારાનું જોર યથાવત રહ્યું છે.

– રોહિત મેરાણી (જામનગર)

images-18-2.jpeg

Right Click Disabled!