જામનગરમાં ગરમી ઘટી, પણ ઉકળાટ વધ્યો

જામનગરમાં ગરમી ઘટી, પણ ઉકળાટ વધ્યો
Spread the love
  • તાપમાનમાં ૧.૮ ડિગ્રીનો ઘટાડો નોંધાયો

જામનગરમાં મંગળવારે તાપમાનનો પારો ૧.૮ ડિગ્રી નીચે સરકતા શહેરીજનોએ ગરમીથી આંશિક રાહતની અનુભવ કર્યો હતો. ભેજનું પ્રમાણ વધતાં ઉકળાટ અને બફારાથી લોકો ત્રસ્ત બન્યા હતા. જામનગર શહેર સહિત જિલ્લામાં ગત રવિવારે બપોર બાદ હવામાન પલટાતા વાદળછાયું વાતાવરણ વચ્ચે ગરમીનું જોર ઘટયું હતું. જોકે, સોમવારે ફરી મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રીને પાર કરી જતા લોકો આંશિક ગરમીના સકંજામાં સપડાયા હતા.

મંગળવારે ફરી પારો ૧.૭ ડિગ્રી નીચે સરકી ૩૪ ડિગ્રીએ સ્થિર થતા તાપે પ્રમાણમાં આંશિક ઘટાડો થયો હતો. જોકે, ભેજનું પ્રમાણ વધારે ૮૭ ટકા પહોંચતાં અસહ્ય ઉકળાટ સાથે બફારાનો અનુભવ શહેરીજનોને કર્યો હતો. હાલારમાં સતત ત્રીજા દિવસે પણ બપોર બાદ હવામાનમાં પલટો આવતા વરસાદી માહોલ રહ્યા હતા. શિયાળાના આગમન સમયે ત્રિવિધ ઋતુ સમા માહોલનો અહેસાસ હાલારી કરી રહ્યા છે.

– રોહિત મેરાણી (જામનગર)

images-18-2.jpeg

Right Click Disabled!