કોરોનાથી મૃત્યુ પામેલા પલસાણાના TDOના વારસદારોને રાજય સરકારની રૂા. 25 લાખની સહાય

કોરોનાથી મૃત્યુ પામેલા પલસાણાના TDOના વારસદારોને રાજય સરકારની રૂા. 25 લાખની સહાય
Spread the love

કોરોના મહામારી વચ્ચે રાજયના આરોગ્ય, મહેસુલ, પંચાયતથી માંડીને તમામ વિભાગોના અધિકારી-કર્મયોગીઓ નિષ્ઠા સાથે ફરજ બજાવી રહ્યા છે. ફરજ દરમિયાન અનેક કર્મયોગીઓ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તત્કાલિન TDO જી.એસ.રાઠવા ગત તારીખ ૨૩ મી ઓગસ્ટના રોજ કોરોના સંક્રમણને કારણે મૃત્યુ પામ્યા હતા. રાજય સરકારના નિયમ અનુસાર સુરત જિલ્લા કલેકટર ધવલ પટેલના હસ્તે રૂા. ૨૫ લાખનો ચેક તેમના વારસદાર ધર્મપત્ની શરમીષ્ઠાબેન ગોવિંદભાઈ જૈનને અર્પણ કરાયો હતો. આ પ્રસંગે સુરતનાં DDO હિતેશ કોયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

સ્વ.જી.એસ.રાઠવા ૧૯૯૩માં સીધી ભરતી દ્વારા વિસ્તરણ અધિકારી તરીકે તાપી જિલ્લાના નિઝર તાલુકામાં નિયુકત થયા હતા. બાદમાં ઉચ્છલ, બારડોલી, પલસાણા ખાતે ઉમદા સેવાઓ આપી હતી. તા.૧૯/૧૦/૨૦૧૯થી પલસાણા તાલુકા વિકાસ અધિકારી તરીકે સેવા આપી રહ્યા હતા. તા.૨૧/૮/૨૦૨૦ના રોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ ટુંકી સારવાર બાદ નિધન થયું હતું. આમ કોરોના કાળમાં પોતાની ફરજ બજાવતા સરકારી કર્મયોગીઓ કોરોનાના કારણે નિધનના સમયે પરિવાર પર આવી પડેલી આફતનો સામનો કરવા માટે પરિવારને સધિયારો મળી રહે તે માટેની નાણાકીય સહાય રાજય સરકાર દ્વારા એનાયત કરવામાં આવે છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

IMG-20201015-WA0082.jpg

Right Click Disabled!