પત્નીને હાથી અપાવવા પતિએ જમીન વેચી નાખી

પત્નીને હાથી અપાવવા પતિએ જમીન વેચી નાખી
Spread the love

બાંગલાદેશમાં હાથીનું ધ્યાન રાખવા માટે 15,000માં એક મહોઉટની પણ નિમણૂક કરી છેએક વ્યક્તિ પોતાની પત્નીની દરેક ઈચ્છાનું એટલું ધ્યાન રાખતો હતો કે પત્નીએ હાથીની માગ કરતા તેણે પોતાની જમીન વેચી દીધી. બાંગલાદેશના દુલાલ ચંદ્ર રોયે તેની પત્ની તુલસી રાની દાસીને એક હાથી ખરીદીને આપ્યો છે.
દુલાલ એક ખેડૂત છે, જેણે 16.5 લાખ બાંગ્લાદેશી ચલણમાં એક હાથી ખરીદ્યો છે.

આ હાથીને પોતાને ત્યાં લાવવા માટે ટ્રકના ભાડામાં પણ વીસ હજાર ખર્ચ કર્યા હતા દુલાલે કહ્યું કે, મારી પત્નીનું સ્વપ્ન પુરુ કરવા માટે મે જમીન વેચી દીધી છે. એક વર્ષ પહેલા તેની પત્નીએ કહ્યું હતું કે તેની ઈચ્છા એક હાથીને પાળવાની છે. તુલસીને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ છે. તેની પાસે એક ઘોડો, બકરી અને હંસ છે. તુલસીના પતિએ હાથીનું ધ્યાન રાખવા માટે 15,000માં એક મહોઉટની પણ નિમણૂક કરી છે.

coupl_d.png

Right Click Disabled!