જજે ચાલુ કોર્ટમાં જ પૈસા આપી ગુટખા મગાવી

જજે ચાલુ કોર્ટમાં જ પૈસા આપી ગુટખા મગાવી
Spread the love

દેશના સંખ્યાબંધ રાજ્યોમાં ગુટખા પર પ્રતિબંધ છે.ગુજરાત પણ તેમાં સામેલ છે.આ રાજ્યોના લિસ્ટમાં ઝારખંડનું પણ નામ સામેલ છે. જો કે, ગુટખા પર પ્રતિબંધને લઈને કોર્ટમાં જ સરકારના દાવાની પોલ ખુદ ન્યાયધીશે ખોલી નાંખી હતી. ગુટખા પરના પ્રતિબંધની પોલ ખોલીગુટખા પર પ્રતિબંધ અંગેની પિટિશનની સુનાવણી દરમિયાન સરકારે કહ્યુ હતુ કે, ઝારખંડમાં ગુટખા પર બેન મુકાયેલો છે.આ દરમિયાન ન્યાયાધીશે પાકિટમાંથી પૈસા કાઢ્યા હતા અને ગુટખાનું પાઉચ મંગાવ્યું હતુ.

કોર્ટમાં પાઉચ બતાવીને ન્યાયાધીશે પૂછ્યુ હતુ કે, આ કેવા પ્રકારનો પ્રતિબંધ છે.જજે પૈસા આપી ગુટખા મગાવીઆ મામલા પર વિડિયો કોન્ફન્સિંગથી સુનાવણી ચાલી રહી હતી, ત્યારે સરકાર તરફથી ફૂડ સિક્યુરિટી વિભાગના વિશેષ સચિવ દ્વારા દાવો કરાયો હતો કે, ઝારખંડમાં ગુટખા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે.જો કે આ સાંભળીને મુખ્ય ન્યાયાધીશ ડો.રવિ રંજને પોતે પૈસા આપીને બહારની દુકાનમાં મળતુ ગુટખાનું પાઉચ મંગાવીને વિદેશ સચિવને બતાવ્યુ હતુ.

જજે પૂછ્યુ હતુ કે, મેં તમારી સામે જ બહાર વેચાતા ગુટખા મંગાવીને તમને બતાવ્યા છે.અધિકારીઓને લઈ લીધા ઝપટમાંન્યાયાધીશે કહ્યુ હતુ કે, રાજ્યમાં વેચાતા ગુટખા અન્ય રાજ્યોમાંથી આવે છે કે, પછી રાજ્યમાં જ તેને બનાવવામાં આવે છે. તે અંગે સરકારે તપાસ કરવી જોઈએ.જો બીજા રાજ્યોમાંથી ગુટખાનો સપ્લાય આવતો હોય, તો તેને રોકવા માટે કયા પ્રકારના ઉપાયો કરવામાં આવે છે.તેનો સપ્લાય રોકવા માટે કોઈ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે

કે કેમ એક પણ અધિકારી જવાબ આપી શક્યા નહીં એ પછી વિશેષ સચિવની હાલત કાપો તો લોહી ના નિકળે તેવી થઈ ગઈ હતી.તેઓ કોર્ટના સવાલોના જવાબ આપી શક્યા નહોતા.તેમણે આશ્વાસન આપ્યુ હતુ કે, સરકાર આ દિશામાં આકરી કાર્યવાહી કરશે.એ પછી જજે સરકારને પ્રતિબંધનુ પાલન કરવા માટે વિસ્તૃત રિપોર્ટ કોર્ટને સોંપવા માટે આદેશ આપીને વધુ સુનાવણી ચાર ડિસેમ્બરે કરવાનો હુકમ કર્યો હતો.

content_image_5c1008ef-8b5d-4e09-ad55-d8db75bb9627.jpg

Right Click Disabled!