ન્યાય કરનારને દેશમાં અન્યાય નજરે પડે છે : પૂર્વ જજોઓએ પત્ર લખ્યો

ન્યાય કરનારને દેશમાં અન્યાય નજરે પડે છે : પૂર્વ જજોઓએ પત્ર લખ્યો
Spread the love

નવી દિલ્હી: દિલ્હી તોફાનોમાં લોકતાંત્રિક સંસ્થાઓ સામે સવાલ ઉઠાવનારા લોકો સામે 13 પૂર્વ ન્યાયાધીશે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે એક જાહેર પત્રમાં લખ્યું છે કે અમે કેટલાક પૂર્વ ન્યાયાધીશોનું જૂથ છીએ. અમે દિલ્હી તોફાનોની તપાસના વિરોધમાં વિભાજનકારી એજન્ડા જોઈ રહ્યા છીએ. ઉમર ખાલિદની ધરપકડ મુદ્દે કેટલાક લોકો એજન્ડા સેટ કરી રહ્યા છે. આ એ લોકો છે, જે ભારતીય લોકતાંત્રિક સંસ્થાઓ જેવી કે સુપ્રીમ કોર્ટ, ચૂંટણીપંચ અને સંસદને બદનામ કરવાની તક નથી ચૂકતા. આ લોકો ખુદ બંધારણીય હોદ્દે રહી ચૂક્યા છે. આમ છતાં, તેઓ વિભાજનકારી એજન્ડાનું સમર્થન કરી રહ્યા છે. આ લોકો એવા વિચારમાં રાચે છે કે તમામ લોકતાંત્રિક સંસ્થાઓએ તેમના હિસાબથી કામ કરવું જોઈએ.

ઉમર ખાલિદની ધરપકડ મુદ્દે જજોની પ્રતિક્રિયા દિલ્હી તોફાનોમાં દેશવિરોધી ગતિવિધિઓનો ખુલાસો થયો છે, પરંતુ વારંવાર તપાસ પ્રક્રિયા અને ટ્રાયલ સામે સવાલ ઊભા કરીને શંકા પેદા કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઉમર ખાલિદના સંદર્ભમાં એ જોવું જોઈએ કે જામીન માટે ન્યાયતંત્રમાં સંપૂર્ણ વ્યવસ્થા છે. ન્યાયતંત્રમાં કોઈપણ વ્યક્તિને પુરાવાના આધારે જ દોષિત ઠેરવી શકાય છે. ફ્રીડમ ઓફ એક્સપ્રેશનનો અર્થ એ નથી કે કોઈને પણ ગુનો કરવાની કે તેને પ્રોત્સાહન આપવાની છૂટ મળે.કોણે કોણે પત્ર લખ્યો આ પત્ર પર દિલ્હી અને જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ બી.સી. પાટીલ, મુંબઈ હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ કે. આર. વ્યાસ, સિક્કિમ હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ અને સીએટીના ચેરમેન પ્રમોદી કોહલી, ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ અને ગુજરાતના લોકાયુક્ત એસ. એમ. સોની સહિતના જજો સામેલ છે.

images.jpg

Right Click Disabled!