ગરીબોની કસ્તુરી ડુંગળી અને શાકભાજીનો રાજા બટાકા મોંઘવારીના ઉબરે

Spread the love

સરડોઈ : આ વર્ષે પાછોતરા વરસાદ થી બાગાયતી પાકો ને નુકસાન થયું છે જેના કારણે શાકભાજી ના ભાવ ધટ વાનું નામ લેતાં નથી તેમાંય હમણાં થી તો ગરીબોની કસ્તુરી ડુંગળી અને શાકભાજી નો રાજા બટાકા મોંઘવારી ના ઉબરે છે . રાજ્યના તમામ વિસ્તારો માં ડુંગળી અને બટાકાના ભાવ માં ચોકવનારો વધારો થયો છે.

હાલમાં એક કિલો ડુંગળી નો ભાવ રૂ.૬૦ અને બટાકાના ભાવ રૂ.૫૦ સુધી પહોંચી જતાં ગૃહિણીઓનું બજેટ હાલક ડોલક થયું છે. પ્રજા મોંઘવારી ના મર થી પરેશાન હતી ત્યાં હવે ડુંગળી બટાકાના વધતાં ભાવે પરેશાની વધારી છે.ભાવ વધારા થી સ્થિતિ એ બની છે કે ગરીબોની કસ્તુરી હવે અમીરો ની થાળી માં થી અદ્રશ્ય થઈ જાય તેવી સ્થિતિ છે.જ્યારે બટાકા ના ભાવ પણ વધી ગયા છે.

દિનેશ નાયક, સરડોઈ

Right Click Disabled!