કડી દારૂ પ્રકરણમાં મુખ્ય આરોપી સસ્પેન્ડ PI ઓ. એમ. દેસાઇની ધરપકડ

કડી દારૂ પ્રકરણમાં મુખ્ય આરોપી સસ્પેન્ડ PI ઓ. એમ. દેસાઇની ધરપકડ
Spread the love
  • 12 લાખનો દારૂ ગાયબ થઇ ગયો હતો અને વધુ ત્રણ લાખનો દારૂ મળી આવ્યો હતો

કડી: કડી દારૂ પ્રકરણ (Kadi Alcohol Chapter) માં પીઆઈ ઓ.એમ દેસાઈ સહિત નવ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ બે અલગ-અલગ ગુના નોંધાયા હતા. પોલીસે 12 લાખનો દારૂ ગુમ કરી દીધો હતો અને ત્રણ લાખનો દારૂ કબ્જે કર્યા વગરનો મળી આવ્યો હતો. આ દારૂ પ્રકરણમાં SITએ છેલ્લા ચાર મહિનાથી નાસ્તા ફરતા સસ્પેન્ડ પીઆઈ ઓ.એમ દેસાઈની ધરપકડ કરી લીધી છે.

કડી પોલીસ સ્ટેશનના તત્કાલીન સસ્પેન્ડ પીઆઈ ઓએમ દેસાઈ, PSI કે.એન પટેલે આર્થિક લાભ મેળવવા માટે ભારતીય બનાવટનો દારૂ ગુમ કરૂ દીધો હતો. આ અંગે કડી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત કુલ નવ કર્મચારીઓ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને તે વખતના રેન્જ આઈજી મયંક સી ચાવડાએ ગાંધીનગર એસપી મયૂર ચાવડાને તપાસ સોંપી હતી અને એસઆઈટીની રચના કરી હતી.

પોલીસ તપાસમાં કડી પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાના કામે જે દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો તેમાંથી 5,974 નંગ અંદાજિત કિંમત રૂપિયા 12,14,338નું મુદ્દામાલ ઓછો મળી આવ્યો હતો એટલે કે આટલી કિંમતનો દારૂ સસ્પેન્ડ પીઆઈ ઓએમ દેસાઇ અને તેમના સાથી કર્મચારીઓએ મળીને ગુમ કરી દીધો હતો. પોલીસ તપાસમાં 1,159 નંગ દારૂ કિંમત રૂપિયા 3,09,700નો મુદ્દામાલ કોઇ પણ ગુનાના કામમાં કબ્જે કર્યા વગરનો વધારાનો મળી આવ્યો હતો.

સસ્પેન્ડ પીઆઈ ઓએમ દેસાઈ, પીએસઆઈ કે.એન પટેલ અને તેમની મદદમાં આવેલા અન્ય કર્મચારીઓએ લોકડાઉન દરમિયાન રિક્વિઝિટ કરેલા વાહનોનો ઉપયોગ કરીને દારૂ બુટલેગરોને વેચી માર્યો હતો, જ્યારે 300 કરતા વધારે દારૂની બોટલો કડી પાસેની કેનાલમાંથી જપ્ત કરવામાં આવી હતી. આરોપીઓની વિરુદ્ધમાં ગુનો નોંધાયા બાદ છેલ્લા ચાર મહિનાથી આરોપીઓ ફરાર હતા. જેમાં સસ્પેન્ડ પીઆઈ ઓએમ દેસાઈને એસઆઈટીની ડીવાયએસપી બીજે ચૌધરીએ ધરપકડ કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પર લેવામાં આવશે.

IMG-20200921-WA0006.jpg

Right Click Disabled!