હિતરક્ષક મંડળના સભ્યો પાલિકા કંપાઉન્ડમાં ઉપવાસ પર ઉતર્યા

હિતરક્ષક મંડળના સભ્યો પાલિકા કંપાઉન્ડમાં ઉપવાસ પર ઉતર્યા
Spread the love

નડિયાદ નગરપાલિકા કર્મચારી હિતરક્ષક મંડળના સભ્યો નગરપાલિકા કંપાઉન્ડમાં ઉપવાસ બેઠા છે નગર પાલિકાને કેટલીક બાબતો અંગે લેખિતમાં ધ્યાન દોરવા છતા કામ ન થતા હિત રક્ષક મંડળના સભ્યો ઉપવાસ પર બેઠા છે. નગરપાલિકા હિતરક્ષક મંડળના સભ્યોએ પાલિકાને થોડા દિવસો પહેલા એક પત્ર પાઠવ્યો હતો જેમા નગરપાલિકા કચેરીમાં સુપ્રિમ કોર્ટ તથા સરકારનો પ્રતિબંધ હોવા છતા આઉટ સોર્સીગથી વધારાના કર્મચારી રાખવામાં આવ્યા છે.જેના કારણે નગરપાલિકા સ્વ ભંડોળની રકમનો દુરઉપયોગ થાય છે.તથા મહેકમ ખર્ચની ટકાવારી વધે છે. જેથી પાલિકા કર્મચારીઓને મળતા લાભો મળી શકતા નથી.

જેવા કે ઉચ્ચતર પગાર ધોરણ,પ્લોટ,સાતમુ પગારપંચ,તેમજ પ્રમોશન જેવા લાભ મળી શકતા નથી. તેમજ આઉટ સોર્સીંગના કર્મચારીઓ મળેલ મંજૂરી કરતા પણ વધારે સંખ્યામાં રાખવામાં આવ્યા હોવાનો પત્રમાં આક્ષેપ કર્યો છે.આ ઉપરાંત આઉટ સોર્સીંગથી રાખેલા કર્મચારીઓની મૂદત વાર્ષિક પૂરી થઇ ગઇ છે.તેમ છતા પણ આઉટ સોર્સીંગ એજન્સીની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. જે નિયમોને આધીન ન હોવાનુ જણાવ્યુ છે.ઉપરોક્ત વિષય અન્વયે યોગ્ય નિર્ણય લેવા માટે પત્ર પાઠવી યોગ્ય વહીવટ અને નિર્ણય લેવા જણાવ્યુ હતુ.તેમ છતા કોઇ નિર્ણય લેવામાં ન આવતા હિત રક્ષક મંડળના સભ્યો પાલિકા કંપાઉન્ડમાં ઉપવાસ પર બેઠા છે.

4.jpg

Right Click Disabled!