જામનગરમાં લઘુતમ તાપમાન 2 ડિગ્રી ઘટ્યું, પારો 14 ડિગ્રી

જામનગરમાં લઘુતમ તાપમાન 2 ડિગ્રી ઘટ્યું, પારો 14 ડિગ્રી
Spread the love

જામનગરમાં સતત ચારેક દિવસ સુધી લઘુતમ તાપમાનમાં ક્રમશ: વધારા બાદ શુક્રવારે પારો બે ડિગ્રી નીચે ગગડ્યો ડિગ્રી હતો અને ૧૪ ડિગ્રી પર સ્થિર થયો હતો. જ્યારે મહતમ તાપમાન પણ બે ડીગ્રી ગગડ્યું હતું જેથી સુર્યાસ્ત બાદ વાતાવરણમાં ટાઢોડું છવાયું હતું. જામનગરમાં ગત સપ્તાહમાં શિયાળાએ આક્રમક મિજાજ દર્શાવતા તિવ્ર ઠંડી બાદ સોમવારથી ઠંડીમાં આંશિક રાહતનો જનજીવને અહેસાસ કર્યો હતો. તેમાં પણ ગુરૂવારે લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રીને આંબી ગયો હતો.જયારે મહતમ તાપમાન પણ ત્રીસ ડિગ્રીને પાર કરી ગયુ હતુ.

જેથી ઠંડીનું જોર નોંધપાત્ર રીતે ઘટયુ હતુ. જોકે, જામનગરમાં શુક્રવારે ફરી હેમાળાએ આગવો મિજાજ ધારણ કરતા લઘુતમ તાપમાન બે ડિગ્રી નીચે સરકી પારો ૧૪ ડિગ્રીએ સ્થિર થયો હતો સાથો સાથ મહતમ તાપમાન પણ બે ડિગ્રી ગગડયું હતું અને તાપમાન ૨૮.૫ ડિગ્રી નોંધાયુ હતું. જેના પગલે બપોર બાદ ફરી વાતાવરણમાં ટાઢક પ્રસરી હતી. જોકે, જામનગરમાં હજુ ભેજનું પ્રમાણ ૬૯ ટકા જેટલું ઉંચુ રહેતા પરોઢીયે ઝાકળવર્ષા સાથે ધુમ્મસ પણ છવાયુ હતું.

– રોહિત મેરાણી (જામનગર)

20201231_111208.jpg

Right Click Disabled!