હાપામાંથી ઘવાયેલી હાલતમાં મોર મળી આવ્યો

Spread the love
  • લાખોટા નેચરલ કલબ સંસ્થા અને વન વિભાગની ટીમ જોડાઈ

જામનગર લાખોટા નેચરલ કલબ પ્રકૃતિ તેમજ પર્યાવરણ ક્ષેત્રે સતત ૨૦થી વધુ વર્ષોથી કાર્યશીલ છે અને સંસ્થાના સભ્યો દ્વારા ૨૪ કલાક સાપ કે પક્ષી બચાવ કાર્ય નિ:શુલ્ક કરવામાં આવી રહ્યા છે ત્યારે જામનગર પાસેના હાપા ગામમાંથી ઘવાયેલી હાલતમાં રાષ્ટ્રીય પક્ષી મોર છે તે અંગે સંસ્થાના સભ્યો અને ફોન આવતા તુરંત મોરનું રેસ્ક્યુ કરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને થોડા દિવસો બાદ જંગલમાં દોડી દેવામાં આવશે.

જામનગર જાણીતી અને પ્રકૃતિ તથા પર્યાવરણ માટે કાર્ય કરતી લાખોટા નેચરલ ક્લબના સભ્ય સબીરભાઈ ઘવાયેલી હાલતમાં રાષ્ટ્રીય પક્ષી મોર છે તે અંગેનો ફોન આવતા કલબના ધારવિયા રજનીકાંત તુરંત નાપા ગામે દોડી ગયા હતા અને ત્યાં રાષ્ટ્રીય પક્ષી મોર ઘવાયેલી હાલતમાં જોવા મળતા લાખોટા નેચર ક્લબના પ્રમુખ સુરેશભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ અને વન વિભાગની મદદથી રેસ્ક્યુ કરી પ્રાથમિક સારવાર આપી વધારે સારવાર માટે શહેરની બર્ડ હોસ્પિટલ લઇ જવાનું હતું ત્યાં સુધી સારવાર કરી થોડા દિવસો બાદ રાવ રૂઝાય પછી કુદરતના ખોળે જંગલમાં છોડી દેવામાં આવશે.

– રોહિત મેરાણી (જામનગર)

Right Click Disabled!